Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૩૦/અનંત સુધીની ગન્નના
ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ?
ઉત્તર- જયન્ય અસંખ્યાતઅસંખ્યાતની રાશિને તે જ જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર અન્યોન્ય અભ્યાસ(ગુણકાર) રૂપે ગુણા કરતાં પ્રાપ્ત સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત બને છે અથવા એક ન્યૂન જઘન્ય પરિત્તાનંત રાશિ જ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત પ્રમાણ છે.
rev
વિવેચન :
આ બે સૂત્રોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું સ્વરૂપ વર્ણન છે. જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત રાશિ જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિને અભ્યાસ રૂપે ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે જઘન્ય પરીતાનંત છે. તેમાંથી એક ન્યૂન કરતાં પ્રાપ્ત રાશિ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત છે.
અસંખ્યાતાસંખ્યાતની બીજે રીતે પ્રરૂપણા ઃ- જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિનો ત્રણવાર વર્ગ કરી, તેમાં ૧૦ અસંખ્યાત રાશિને ઉમેરવી જોઈએ. તે દસ અસંખ્યાત રાશિ સૂચક ગાથા આ પ્રમાણે છે.
लोगागासपएसा, धम्माधम्मेगजीवदेसा व । दव्वठिआ णिगोआ, पत्तेया चेव बोद्धव्वा ॥१॥
ठिइबंधज्झवसाणा अणुभागा जोगच्छेअपलिभागा । दोह य समाण समया असंखपक्खेवया दसउ ॥२॥
(૧) લોકાકાશના પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૪) એક જીવના પ્રદેશ, (૫) દ્રવ્યાર્થિક નિગોદ અર્થાત્ સૂક્ષ્મ–બાદર અનંતકાયિક વનસ્પતિ(નિગોદ જીવોના શરીર) (૬) પ્રત્યેક કાયિક(પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવો, (૭) જ્ઞાનાવરણીયાદિ કર્મોના સ્થિતિબંધના અસંખ્યાત અધ્યવસાય સ્થાન, (૮) અનુભાગ સ્થાન, કર્મોની ફળપ્રદાન શક્તિની તરતમતા કે અનુભાવ વિશેષ, તેને અનુભાગ સ્થાન કહે છે, (૯) યોગચ્છેદ પ્રતિભાગ-મન-વચન-કાયા સંબંધી જે વીર્ય છે તે યોગ, કહેવાય છે. કેવળીના કેવળજ્ઞાનથી તેનો છેદ (વિભાગ) કરતાં કરતાં જે નિર્વિભાગ અંશ, કેવળીના જ્ઞાન દ્વારા પણ જેનો હવે વિભાગ ન થઈ શકે તેવા યોગના નિર્વિભાગ અંશને યોગપ્રતિભાગ કહે છે, (૧૦) ઉત્સર્પિણી અવસર્પિણી બંને કાળના સમયો.
આ અસંખ્યાત રાશિને તેમાં ઉમેરી પુનઃ તેનો ત્રણ વાર વર્ગ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત થાય છે. ત્રણવાર વર્ગ કરવાની વિધિ—જો પાંચનો ત્રણ વાર વર્ગ કરવો હોય તો ૫૫ - ૨૫, આ પહેલો વર્ગ કહેવાય, ૨૫×૨૫ - ૨૫ તે બીજો વર્ગ કહેવાય અને ૫×૨૫ - ૩૯૦૨૫ ને ત્રીજો વર્ગ કહેવાય.
આ રીતે જઘન્ય અસંખ્યાતાસંખ્યાતનો ત્રણવાર વર્ગ + ૧૦ અસંખ્યાત = જે રાશિ આવે તેનો પુનઃ