Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૩૪/અધ્યયનના૫
.
પ૨૧]
૧૦ પ્રકારે નિક્ષેપ કરાય છે પરંતુ અહીં વસ્તુને ચાર પ્રકારે નિક્ષિપ્ત કરવામાં આવી છે. ક્રમથી તેની વ્યાખ્યા સૂત્રકાર કરશે.
નામ સ્થાપના અધ્યયન :
४ णाम-ट्ठवणाओ पुव्ववणियाओ। ભાવાર્થ :- નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ પૂર્વ પ્રકરણમાં વર્ણિત નામ-સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું.
દ્રવ્ય અધ્યયન :
५ से किं तं दव्वज्झयणे ? दव्वज्झयणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ - પ્રશ્ન- દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-દ્રવ્યઅધ્યયનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આગમથીદ્રવ્ય અધ્યયન અને નોઓગમથી દ્રવ્ય અધ્યયન. |६ से किं तं आगमओ दव्वज्झयणे ?
___ आगमओ दव्वज्झयणे- जस्स णं अज्झयणे ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव जावइया अणुवउत्ता आगमओ तावइयाई दव्वज्झयणाई । एवमेव ववहारस्स वि । संगहस्स णं एगो वा अणेगो वा तं चेव भाणियव्वं जाव से तं आगमओ दव्वज्झयणे । ભાવાર્થ - પ્રશ્ન- આગમથી દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેણે 'અધ્યયન' આ પદને શીખી લીધું છે, પોતાના હૃદયમાં સ્થિર, જિત, મિત, પરિજિત, કર્યું છે વાવત્ જેટલા ઉપયોગથી શૂન્ય છે તેટલા આગમથી દ્રવ્ય અધ્યયન છે, ત્યાં સુધીનો પાઠ અહીં પૂર્વવત્ જાણવો. વ્યવહારનયનો પણ તે જ મત છે. સંગ્રહનયના મતે એક અથવા અનેક ઉપયોગ શૂન્ય આત્માઓ એક આગમતઃ દ્રવ્ય અધ્યયન રૂપ છે વગેરે સમગ્ર વર્ણન આગમતઃ દ્રવ્યઆવશ્યકના વર્ણન પ્રમાણે જાણવું. આ આગમતઃ દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. ७ से किं तं णोआगमओ दव्वज्झयणे ? णोआगमओ दव्वज्झयणे तिविहे पण्णत्ते,तं जहा- जाणयसरीरदव्वज्झयणे,