Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્પષ્ટતઃ આચારરૂપ સામાયિક ચારિત્રને શાસ્ત્રકારે નોઆગમતઃ ભાવ સામાયિક કહી છે અને ઉપયોગ યુક્ત સામાયિકના જ્ઞાનને આગમતઃ ભાવસામાયિક કહી છે. આચાર્યોએ સામાયિકની લાક્ષણિક ભિન્ન-ભિન્ન અનેક વ્યાખ્યાઓ આપી છે. જેમકે– (૧) બાહ્ય પરિણતિઓથી વિરત બની આત્મોન્મુખી બનવું તે સામાયિક કહેવાય છે. (૨) સમુ અર્થાત્ મધ્યસ્થ ભાવયુક્ત સાધકની મોક્ષાભિમુખી પ્રવૃત્તિ તે સામાયિક કહેવાય છે. (૩) મોક્ષના સાધનભૂત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના તે સામાયિક કહેવાય છે. (૪) સામ-સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવની પ્રાપ્તિ તે સામાયિક છે. (૫) સાવધયોગથી નિવૃતિ અને નિરવધયોગમાં પ્રવૃત્તિ સામાયિક છે.
આ રીતે આ બે ગાથાઓમાં સામાયિક અને સામાયિકવાનના સ્વરૂપનું કથન છે. શ્રમણ શબ્દના પર્યાય અર્થ :
जह मम ण पियं दुक्खं, जाणिय एमेव सव्वजीवाणं ।
ण हणइ ण हणावेइ य, सममणती तेण सो समणो ॥१२९॥ णत्थि य से कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु ।
एएण होइ समणो, एसो अण्णो वि पज्जाओ ॥१३०॥ શદાર્થઃ-ગાયિ = જાણીને, સમમતી = સર્વ જીવોને(પોતાની) સમાન માને છે, તે = તેને, જોફ = કોઈ પ્રાણી પ્રત્યે, જેને દ્વેષ,પિ= પ્રિય, રાગ, = આ, અપવિત્ર અન્ય રીતે, પ્રકારાન્તરથી, પન્નાઓ – પર્યાયવાચી નામ છે.
ભાવાર્થ :- જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ કોઈ પણ જીવને દુઃખ પ્રિય ન હોય, તે રીતે સર્વ જીવને પોતાની સમાન જાણી, કોઈ પણ જીવને પોતે હણે કે હણાવે નહીં. આ રીતે સર્વ જીવોને આત્મ સમાન રૂપમાં મનન કરનાર તે સમ-મન'= સમણ (શ્રમણ) કહેવાય છે.
જેને કોઈપણ જીવ પ્રત્યે ન રાગ હોય, ન ષ હોય, આ રીતે રાગ-દ્વેષને શમન કરનાર તે 'શમન' (શ્રમણ) કહેવાય છે. તે પણ શ્રમણનું પર્યાયવાચી નામ છે.
વિવેચન :
આ સૂત્રની બે ગાથાઓમાં સામાયિકવાન શ્રમણના બે પર્યાયવાચી શબ્દોના વ્યુત્પત્તિ પરક અર્થનું નિરૂપણ છે. (૧) સમન – જેમ મને દુઃખ ઈષ્ટ નથી તેમ બધા જીવોને હણાવાદિરૂપ દુઃખ પ્રિય નથી. સર્વ જીવને