Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
યુક્ત હોય ત્યારે જ તે પદાર્થ તે શબ્દનો વાચક બને છે તેવી એવંભૂત નયની માન્યતા છે. સમભિરૂઢ નય તે અર્થક્રિયા ન હોય તો પણ વ્યુત્પત્તિ પરક તે શબ્દને સ્વીકારતો હોવાથી એવંભૂત નય કરતા સમભિરૂઢ નય વિસ્તૃત વિષયવાળો છે. નિયના વિશેષ વિવેચન માટે જૂઓ રત્નાકરાવતારિકા] સામાયિકમાં અનયોગના ચાર હાર - સામાયિક અધ્યયન પ્રથમ ઉપક્રમથી ઉપક્રાંત થાય છે અને નિક્ષેપથી યથાસંભવ નિક્ષિપ્ત થાય છે. તત્પશ્ચાતુ અનુગમથી જાણવા યોગ્ય બને છે અને ત્યાર પછી નયોથી તેનો વિચાર કરવામાં આવે છે.
પૂર્વે ઉપોદ્દાત નિયુક્તિમાં સમસ્ત અધ્યયનના વિષયવાળા નયનો વિચાર કરવામાં આવ્યો છે છતાં અનુયોગનું ચોથું દ્વાર નય હોવાથી અહીં તેનો અલગ નિર્દેશ કર્યો છે. આ ચોથું અનુયોગ દ્વાર જ નયવક્તવ્યતાના મૂળસ્થાને છે. અહીં સિદ્ધ થયેલ નયોનો જ ત્યાં ઉપન્યાસ કરેલ છે. નચ વર્ણનના લાભ - | २ णायम्मि गिण्हियव्वे, अगिण्हियव्वम्मि चेव अत्थम्मि ।
जइयव्वमेव इइ जो, उवएसो सो णओ णाम ॥१४०॥ सव्वेसि पि णयाणं, बहुविहवत्तव्वयं णिसामेत्ता । तं सव्वणयविरुद्ध जं, चरणगुणट्ठिओ साहू ॥१४१॥
से तं णए । अणुओग दारा समत्ता । શદાર્થઃ-ગામ = જાણીને, ભવિષ્ય = ગ્રહણ કરવા યોગ્ય-ઉપાદેય, વિધ્વનિ = અગ્રાહ્ય—હેય, અત્યમિક અર્થને, ગ ધ્વમેવ = પ્રવૃત્તિ કરવી જોઈએ, રૂ નો = આ પ્રકારનો જે, ડેવ સ = ઉપદેશ છે, તો = તે, જો નામ= નય નામ કહેવાય છે.
સલિ = સર્વ, =નયોની, વહુવિદ = બહુવિધ, અનેક પ્રકારની (પરસ્પર વિરોધી), વશ્વ વક્તવ્યતાને પિતાનેરા-સાંભળીને તંત્ર તે, તળાવિયુદ્ધ સર્વનયથી વિશુદ્ધ, વરમુખ = ચારિત્રગુણમાં, ોિ = સ્થિત, સહૂિ = સાધુ(મોક્ષ સાધક થાય છે.) એ તે પણ = આવું નયનું સ્વરૂપ જાણવું, અજુગો દૂર = અનુયોગ દ્વાર, સત્તા = સમાપ્ત થાય છે. ભાવાર્થ :- આ નયો દ્વારા હેય-ઉપાદેય અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી, તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારનો જે ઉપદેશ છે તે નય કહેવાય છે. ૧૪વા
આ સર્વ નયોની પરસ્પર વિરોધી વક્તવ્યતા સાંભળી સમસ્ત નયોથી વિશુદ્ધ સમ્યકત્વ, ચારિત્ર અને જ્ઞાન ગુણમાં સ્થિત થનાર સાધુ (મોક્ષ સાધક) છે. ૧૪૧
આ રીતે નય અધિકારની પ્રરૂપણા છે. અનુયોગ દ્વારનું વર્ણન સમાપ્ત થાય છે.