Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૩/સામાયિક નિક્ષેપ
૫૪૫
પ્રસ્તુત ગાથામાં 'સુમન' પર્યાય શબ્દથી શ્રમણનું લક્ષણ બતાવ્યું છે કે જે માન અપમાનમાં વિષમ ભાવ કરે નહીં, મનને નિષ્પાપ રાખે, પરિણામોને સુંદર–પ્રશસ્ત રાખે તે 'સુમન' (શ્રમણ) કહેવાય છે.
સામાયિક અને સામાયિકવાનમાં અભેદ ઉપચાર કરી અહીં નોઆગમથી ભાવસામાયિકમાં શ્રમણનું સ્વરૂપ દર્શાવ્યું છે.
સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ :
११ से किं तं सुत्तालावगणिप्फण्णे ?
सुत्तालावगणिप्फण्णे इदाणिं सुत्तालावगणिप्फण्णं णिक्खेणं इच्छावेइ, से य पत्तलक्खणे वि ण णिक्खिप्पर, कम्हा ? लाघवत्थं । इतो अत्थि तइये अणु- ओगद्दारे अणुगमे त्ति, तहिं णं णिक्खित्ते इहं णिक्खित्ते भवइ, इहं वा णिक्खित्ते तहिं णिक्खित्ते भवइ, तम्हा इहं ण णिक्खिप्पइ, तहिं चेव णिक्खिप्पिस्सइ से तं णिक्खेवे ।
શબ્દાર્થ:-ડ્વાળિ = અહીં, વિષ્લેવળ = પ્રરૂપણાની, ફાવેફ = ઈચ્છા છે, તે ય પત્તાવધળે = પ્રાપ્ત–લક્ષણ—અવસર પણ છે, ૫ મિન્વિપ્નદ્ = નિક્ષેપ કરતા નથી.
ભાવાર્થ :- અહીં નામનિષ્પન્ન નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂત્રાલાપક નિક્ષેપની પ્રરૂપણા કરવાનો અવસર છે, (શિષ્યોની જિજ્ઞાસાથી) કહેવાની ઈચ્છા પણ છે પરંતુ અનુગમના ત્રીજા અનુયોગ દ્વારમાં સૂત્રસ્પર્શી નિક્ષેપનું વર્ણન છે, તેથી લાઘવની દૃષ્ટિએ અહીં તેનો નિક્ષેપ કર્યો નથી. ત્યાં નિક્ષેપ કરવાથી અહીં અને અહીં નિક્ષેપ કરવાથી ત્યાં નિક્ષેપ થઈ જાય છે, તેમ સમજી લેવું જોઈએ. તેથી અહીં નિક્ષેપ ન કરતાં, ત્યાં સૂત્રનો નિક્ષેપ કર્યો છે.
આ રીતે નિક્ષેપ પ્રરૂપણાનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રાલાપક નિક્ષેપનો અહીં નિક્ષેપ ન કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોના ઉચ્ચારણને સૂત્રાલાપક કહે છે. અનુયોગના ત્રીજા દ્વાર અનુગમના ભેદ સૂત્રાનુગમમાં સૂત્રાલાપકનો નિક્ષેપ કરવામાં આવશે. અહીં ઉચ્ચારણ વિના આલાપકોનો નિક્ષેપ થતો નથી. આ કારણથી અહીં સૂત્રાલાપક પર નિક્ષેપ ઉતાર્યો નથી. અહીં માત્ર તેનો ઉલ્લેખ જ કર્યો છે. આ રીતે સૂત્રાલાપક નિક્ષેપના કથન સાથે અનુયોગના બીજા દ્વાર 'નિક્ષેપ'ની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
॥ પ્રકરણ-૩૬ સંપૂર્ણ ॥