Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 601
________________ પ્રકરણ ૩૬/સામયિકનિકેપ 2 ૫૪૩ ] આત્મવત્ માને, સ્વ સમાન માને, એવું સમાનતાનું મનન કરનાર તે સમયન-સમન-શ્રમણ છે. (૨) શમન – કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ અથવા પ્રેમ–વેર ન કરનાર, આ દૂષણોનું શમન કરનાર શમન (શ્રમણ) કહેવાય છે. આ પ્રમાણે સમન અને શમન પર્યાયવાચી શબ્દોથી, આ ગાથાઓમાં શ્રમણનો વિશેષાર્થ સૂચિત કર્યો છે. શ્રમણોની ઉપમાઓ :| ९ उरग गिरि जलण सागर, णहतल तरुगणसमो य जो होइ । भमर मिग धरणि जलरुह, रवि पवणसमो य सो समणो ॥१३१॥ ભાવાર્થ :- જે સર્પ, પર્વત, અગ્નિ, સાગર, આકાશતલ, વૃક્ષસમૂહ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય અને પવન સમાન હોય, તે શ્રમણ છે. વિવેચન : આ ગાથામાં શ્રમણોની વિવિધ ઉપમાઓનો ઉલ્લેખ છે. આ સર્વ ઉપમાઓ એક દેશથી સમાનતાવાળી છે. ગાથામાં રહેલા 'સમ' શબ્દ 'ઉરગ' આદિ દરેક શબ્દ સાથે જોડવો જોઈએ. તે ઉપમાઓનો આશય આ પ્રમાણે છે(૧) ઉરગ(સર્પ)સમ – સાધુ સર્ષની જેમ પરકૃત ગૃહમાં રહે છે, તેથી તે ઉરગમ છે. ૨) ગિરિસમ - પરિષદો અને ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમાન અડોલ અને અવિચલ હોવાથી સાધુ ગિરિસમ છે. (૩) જવલન(અગ્નિ)સમ :- તપના તેજથી દેદીપ્યમાન હોવાથી સાધુ અગ્નિસમ છે અથવા જેમ અગ્નિ ખૂણ, કાષ્ઠ ઈધનથી તૃપ્ત થતી નથી, તેમ સાધુ જ્ઞાનાભ્યાસથી તૃપ્ત થતા નથી, તેથી અગ્નિ સમ છે. (૪) સાગરસમ - સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેમ સાધુ આચાર મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી અને ગુણરૂપી રત્નોની ખાણ જેવા હોવાથી સાધુ સમુદ્રસમ છે. (૫) નભસમ - આકાશ આલંબનથી રહિત છે, તેમ સાધુ પણ બીજાના આશ્રય–આલંબન રહિત હોય છે. સાધુ અન્યનો સહારો લેતા ન હોવાથી આકાશસમ છે. () તરુગણસમ – વૃક્ષો તેને સિંચનાર પર રાગ અને છેદનાર પર દ્વેષ કરતાં નથી, તેમ સાધુ નિંદાપ્રશંસા, માન-અપમાનમાં રાગ-દ્વેષ ન કરતા સમવૃત્તિવાળા હોય છે માટે વૃક્ષસમ છે અથવા જેમ વૃક્ષસમૂહમાં ઘણા વૃક્ષ સાથે–પાસે હોવા છતાં પરસ્પર એકબીજાથી નિરપેક્ષ હોય છે, તેમ સાધુગણમાં સાધુઓ પરસ્પર નિરપેક્ષ હોવાથી તરુગણ સમ છે.

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642