________________
પ્રકરણ ૩૬/સામયિકનિકેપ
2
૫૪૩ ]
આત્મવત્ માને, સ્વ સમાન માને, એવું સમાનતાનું મનન કરનાર તે સમયન-સમન-શ્રમણ છે. (૨) શમન – કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ અથવા પ્રેમ–વેર ન કરનાર, આ દૂષણોનું શમન કરનાર શમન (શ્રમણ) કહેવાય છે. આ પ્રમાણે સમન અને શમન પર્યાયવાચી શબ્દોથી, આ ગાથાઓમાં શ્રમણનો વિશેષાર્થ સૂચિત કર્યો છે. શ્રમણોની ઉપમાઓ :| ९ उरग गिरि जलण सागर, णहतल तरुगणसमो य जो होइ ।
भमर मिग धरणि जलरुह, रवि पवणसमो य सो समणो ॥१३१॥ ભાવાર્થ :- જે સર્પ, પર્વત, અગ્નિ, સાગર, આકાશતલ, વૃક્ષસમૂહ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય અને પવન સમાન હોય, તે શ્રમણ છે.
વિવેચન :
આ ગાથામાં શ્રમણોની વિવિધ ઉપમાઓનો ઉલ્લેખ છે. આ સર્વ ઉપમાઓ એક દેશથી સમાનતાવાળી છે. ગાથામાં રહેલા 'સમ' શબ્દ 'ઉરગ' આદિ દરેક શબ્દ સાથે જોડવો જોઈએ. તે ઉપમાઓનો આશય આ પ્રમાણે છે(૧) ઉરગ(સર્પ)સમ – સાધુ સર્ષની જેમ પરકૃત ગૃહમાં રહે છે, તેથી તે ઉરગમ છે. ૨) ગિરિસમ - પરિષદો અને ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમાન અડોલ અને અવિચલ હોવાથી સાધુ ગિરિસમ છે.
(૩) જવલન(અગ્નિ)સમ :- તપના તેજથી દેદીપ્યમાન હોવાથી સાધુ અગ્નિસમ છે અથવા જેમ અગ્નિ ખૂણ, કાષ્ઠ ઈધનથી તૃપ્ત થતી નથી, તેમ સાધુ જ્ઞાનાભ્યાસથી તૃપ્ત થતા નથી, તેથી અગ્નિ સમ છે.
(૪) સાગરસમ - સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેમ સાધુ આચાર મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી અને ગુણરૂપી રત્નોની ખાણ જેવા હોવાથી સાધુ સમુદ્રસમ છે. (૫) નભસમ - આકાશ આલંબનથી રહિત છે, તેમ સાધુ પણ બીજાના આશ્રય–આલંબન રહિત હોય છે. સાધુ અન્યનો સહારો લેતા ન હોવાથી આકાશસમ છે. () તરુગણસમ – વૃક્ષો તેને સિંચનાર પર રાગ અને છેદનાર પર દ્વેષ કરતાં નથી, તેમ સાધુ નિંદાપ્રશંસા, માન-અપમાનમાં રાગ-દ્વેષ ન કરતા સમવૃત્તિવાળા હોય છે માટે વૃક્ષસમ છે અથવા જેમ વૃક્ષસમૂહમાં ઘણા વૃક્ષ સાથે–પાસે હોવા છતાં પરસ્પર એકબીજાથી નિરપેક્ષ હોય છે, તેમ સાધુગણમાં સાધુઓ પરસ્પર નિરપેક્ષ હોવાથી તરુગણ સમ છે.