________________
[ ૫૪૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૭) ભમરસમ - અનેક પુષ્પોમાંથી થોડો-થોડો રસ લઈ ઉદરપૂર્તિ કરનાર ભ્રમરની જેમ સાધુ પણ અનેક ઘરમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરી જીવનનિર્વાહ કરે છે, માટે તે ભ્રમરસમ છે. (૮) મૃગસમ – જેમ મૃગ, હિંસક પશુ કે શિકારીઓથી હંમેશાં ભયભીત રહે છે, તેમ સાધુ હમેશાં સંસાર અને પાપથી ભયભીત રહે છે, માટે મૃગસમ છે. (૯) ધરક્ષિસમ – પૃથ્વી જેમ બધુ સહન કરે છે તેમ સાધુ પણ તિરસ્કાર, ખેદ, કઠોર વચન વગેરે સમભાવથી સહન કરે છે, માટે પૃથ્વીસમ છે. (૧) જલરુહસમઃ- જેમ કમળ કાદવમાં જન્મે, કાદવમાં વૃદ્ધિ પામે છતાં કાદવથી નિર્લિપ્ત રહે છે, તેમ સાધુ કામભોગમય સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત હોય છે, માટે કમળસમ છે. (૧૧) રવિસમ - સૂર્ય સર્વ ક્ષેત્રને સમાનરૂપે પ્રકાશિત કરે છે, તેમ સાધુ જ્ઞાનરૂપી પ્રકાશ-ઉપદેશ સર્વ લોકોને સમાનરૂપે પ્રદાન કરે છે, માટે રવિસમ છે. (૧૨) પવનસમ – પવન–વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિવાળો હોય છે, તેમ સાધુપણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહારી હોય છે, માટે પવનસમ છે. શ્રમણનો પર્યાય શબ્દ સુમન :१० तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो ।
सयणे य जणे य समो, समो य माणाऽवमाणेसु ॥१३२॥
से तं णोआगमओ भावसामाइए । से तं भावसामाइए । से तं सामाइए । से तं णामणिप्फण्णे । શબ્દાર્થ તો સમો = સમણ-શ્રમણ તો જ કહેવાય, ન સુળિો = જો સુમન હોય, તો = સ્વજન માતા-પિતા વગેરે તથા, નખે = સામાન્ય જન. ભાવાર્થ :- પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય જો તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે સ્વજન અને પરજનમાં સમભાવી હોય, માન-અપમાનમાં પણ સમ હોય.
આ રીતે નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ ગાથામાં પ્રકારાન્તરથી શ્રમણના લક્ષણ બતાવવાની સાથે તેની યોગ્યતાનું દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં શ્રમણ, સમમન = સમન અને શમન આ ત્રણ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે.