Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૧૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અર્ધમાનીમાં અને આત્મભાવમાં રહે છે. અર્ધમાનિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં સમવતરિત થાય છે.
આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસમવતાર અને સમુચ્ચય દ્રવ્ય સમવતારની પ્રરૂપણા પૂર્ણ થઈ.
વિવેચન :
પ્રત્યેક દ્રવ્ય સ્વસ્વરૂપની અપેક્ષાએ પોતાના સ્વભાવમાં, આત્મભાવમાં જ રહે છે, પરંતુ વ્યવહારથી મનાય છે કે તે પોતાનાથી વિસ્તૃતમાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારથી જ્યારે પોતાનાથી મોટા વિસ્તૃતમાં સમાવેશ પામે તે સમયે પણ તે દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાથી પોતાના સ્વરૂપમાં તો રહે જ છે. કોઈ દ્રવ્ય એકલું પરસમવતાર હોય તેવું સંભવિત નથી. પરમાં રહેવા છતાં પદાર્થ પોતાના સ્વરૂપમાં તો રહે જ છે માટે આત્મભાવ અને ઉભયભાવ સમવતાર ઘટિત થઈ શકે છે, પણ પરસમવતાર ઘટિત થઈ શકતો નથી. તેથી સૂત્રકારે અહીં બે જ પ્રકારના સમવતાર ગ્રહણ કર્યા છે.
માની અર્ધમાની વગેરે મગધદેશના પ્રચલિત માપ છે. તરલ પદાર્થ–પ્રવાહી પદાર્થને માપવા માટે ઉપયોગમાં આવતા આ પાત્રવિશેષ છે.
૪ પલ
ચતુષ્પષ્ટિકા ૮ પલ
દ્વાત્રિશિકા ૧૬ પલ
ષોડશિકા હર પલ
અષ્ટભાગિકા ૬૪ પલ
ચતુર્ભાગિકા ૧૨૮ પલ = અર્ધમાનિકા ૨૫૬ પલ = માનિકા. આ પ્રમાણે માપવિશેષના પાત્ર પ્રચલિત હતા.
નિશ્ચયનયથી આ સર્વ પોતાના સ્વરૂપમાં સમવતરિત થાય છે–રહે છે. વ્યવહારથી પોતાના આત્મસ્વરૂપમાં રહેવાની સાથે પોતાનાથી વિસ્તૃત માપમાં સમાવેશ પામે છે. ચતુષ્યષ્ટિકા કાત્રિશિકામાં, કાર્નિંશિકા ષોડશિકામાં, ષોડશિકા અષ્ટભાગિકામાં, અષ્ટભાગિકા ચતુર્ભાગિકામાં, ચતુર્ભાનિકા અર્ધમાનિકામાં અને અર્ધમાનિકા માનિકામાં રહે છે. પોતાના આત્મભાવમાં પણ રહે છે આમ આત્મભાવમાં અને ઉભયભાવમાં સમવતાર પામે છે.
ક્ષેત્રસમવતાર :
६ से किं तं खेत्तसमोयारे ? खेत्तसमोयारे दुविहे पण्णते, तं जहा- आयसमोयारे