Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદ
:
૪૩૫ |
શબ્દાર્થઃ-વિ - કોઈ પુરુષને વહુનું સાં સ = ઘણા પુરુષોની વચ્ચે બેઠેલા), પુર્વાઠુિં = પૂર્વદષ્ટ–પૂર્વે જોયેલા, પર્વોમાણેના ઓળખી લે કે, અય તે પુરસે આ તે પુરુષ છે. ભાવાર્થ :- પ્રશ્ન- વિશેષદષ્ટ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેમ કોઈ (યથાનામ)પુરુષ ઘણા પુરુષોની વચ્ચે રહેલા પૂર્વદષ્ટ પુરુષને ઓળખી લે કે આ તે જ પુરુષ છે અથવા અનેક કાર્દાપણ વચ્ચે રહેલા પૂર્વદષ્ટ કાર્દાપણને ઓળખી લે કે આ તે જ કાર્દાપણ છે. તેને વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન છે.
તેનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧) અતીતકાળ-ભૂતકાળ ગ્રહણ, (૨) વર્તમાન કાળ ગ્રહણ (૩) અનાગત–ભવિષ્યકાળ ગ્રહણ અર્થાત્ વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન દ્વારા ત્રણે કાળના પદાર્થનું અનુમાન કરાય છે.
વિવેચન :
દષ્ટ સાધર્મવતુ અનુમાન – પૂર્વમાં દષ્ટ–જોયેલ અનુભવેલ ઉપલબ્ધ પદાર્થની સમાનતાના આધારે જે અનુમાન કરાય તે દસાધર્યુવતુ અનુમાન કહેવાય છે. વસ્તુમાં સામાન્ય અને વિશેષ બંને પ્રકારના ગુણધર્મ રહેલ છે. કોઈ એક વસ્તુને જોઈ તત્સદશ સર્વ વસ્તુનું જ્ઞાન થાય અથવા ઘણી વસ્તુ જોઈ તત્સદશ એકનું જ્ઞાન થાય તે સામાન્ય દષ્ટ સાધમ્યવત્ કહેવાય છે. આમાં સામાન્યના આધારે સદશતાનો બોધ થાય છે. જેમ કે મનુષ્યત્વ, કર્મભૂમિત્વ, ભરતક્ષેત્રત્વ, આ મનુષ્યમાં રહેલ સામાન્ય ધર્મ છે. જેવો એક મનુષ્ય તેવા અનેક મનુષ્ય, જેવા અનેક મનુષ્ય તેવો એક મનુષ્ય આવું જ્ઞાન સામાન્ય ધર્મના આધારે થાય છે.
વિશેષ દષ્ટ અનુમાન – વિશેષ ધર્મ વસ્તુને અન્યથી પૃથક કરે છે. અનેક વસ્તુઓમાંથી એક ને અલગ કરી વિશેષતાનું જ્ઞાન વિશેષ ધર્મના આધારે થાય છે. વિશેષ દષ્ટ સાધર્મવતુ અનુમાનમાં જો કે સામાન્ય અંશ તો અનુસ્મૃત રહે જ છે. વિશેષતા એ છે કે પૂર્વ દર્શન સમયે જે વિશેષતા તેમાં જોઈ છે તેના આધારે વર્તમાનમાં ઉપલબ્ધ તે પદાર્થને જોઈ, આ તે જ વસ્તુ છે જે મેં પહેલા જોઈ હતી, તેવું અનુમાન કરાય છે.
વિશેષ દષ્ટ અનુમાન - ત્રણે કાલ :२५ से किं तं तीतकालगहणं?
तीतकालगहणं- उत्तिणाणि वणाणि णिप्फण्णसस्सं वा मेदिणि पुण्णाणि य कुंड-सर-णई-दीहिया-तलागाइं पासित्ता तेणं साहिज्जइ जहा- सुवुट्ठी आसी। से तं तीतकालगहणं। શબ્દાર્થ -તિનિ વાળ = ઉગેલા ઘાસવાળા વનો, નિખUM = નિષ્પન્ન, ઊગેલા, સહસં = ધાન્યાદિ યુક્ત, લિપિ = પૃથ્વીને, પુખifખ = જળથી પરિપૂર્ણ, તેગ = તેથી, સહિજાર (સાધ્યને)