Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
१३ अभिमुहणामगोत्ते णं भंते ! अभिमुहणामगोते त्ति कालओ केवचिरं होइ ? जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।
૪૭૬
ભાવાર્થ :- પ્રશ્ન- ભંતે ! અભિમુખ નામગોત્ર દ્રવ્યશંખ, અભિમુખ નામગોત્ર દ્રવ્યશંખરૂપે કેટલો કાળ રહે છે ?
ઉત્તર– તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ સુધી અભિમુખનામ ગોત્રરૂપે રહે છે. વિવેચન :
જે જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પછી બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવાના હોય તે જીવ અભિમુખ કહેવાય છે. અંતર્મુહૂર્તથી વધારે સમય પછી જે જીવ બેઈન્દ્રિય શંખ થવાનો હોય તો તે અભિમુખ ન કહેવાય. તે જીવ બદ્ઘાયુષ્ક અથવા એક ભવિક કહેવાય છે. (૧) આ વર્તમાન ભવ પછી જે શંખ થવાનો છે તે એક ભવિક (૨) જે જીવે શંખનું આયુષ્ય બાંધી લીધું છે તે બદ્ઘાયુષ્ક (૩) જેણે બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત બાકી છે તે 'અભિમુખ' કહેવાય છે.
દ્રવ્ય શંખ વિષયક નયદૃષ્ટિ :
१४ इयाणि को णओ कं संखं इच्छइ ?
तत्थ णेगम-संगह-ववहारा तिविहं संखं इच्छइ, तं जहा- एक्कभवियं बद्धाउयं अभिमुहणामगोत्तं च । उज्जुसुओ दुविहं संखं इच्छइ, તેં નાबद्धाउयं च अभिमुहणामगोत्तं च । तिण्णि सद्दणया अभिमुहणामगोत्तं संखं इच्छंति । से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा । से तं णोआगमओ दव्वसंखा । से तं दव्वसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- કયો નય કયા શંખને માન્ય કરે છે ?
ઉત્તર– નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એક ભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખ નામગોત્ર આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખને શંખરૂપે સ્વીકારે છે. ઋજુસૂત્રનય બદ્ઘાયુષ્ક અને અભિમુખ નામગોત્ર આ બે પ્રકારના શંખનો સ્વીકાર કરે છે, ત્રણે શબ્દનય માત્ર અભિમુખનામગોત્ર શંખને જ શંખરૂપે માને છે. આ જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ છે. આ રીતે નો આગમતઃ દ્રવ્યશંખ અને દ્રવ્ય શંખની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
સાત નયમાંથી સ્થૂલ દષ્ટિવાળા પ્રથમના ત્રણ નય એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના શંખને શંખરૂપે માન્ય કરે છે. ભવિષ્યમાં થનાર કાર્યનો કારણમાં ઉપચાર કરી વર્તમાનમાં