Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૮૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૨) અક્ષર સંખ્યા :- 'અકાર' વગેરે અક્ષરોની સંખ્યા-ગણનાને અક્ષર સંખ્યા કહે છે. અક્ષર સંખ્યાત છે, અનંત નહીં. તેથી અક્ષર સંખ્યા સંખ્યાત જ છે. (૩) સંઘાત સંખ્યા :- બે અક્ષરના સંયોગને સંઘાત કહે છે. તેની ગણના સંઘાત સંખ્યા કહેવાય છે. સંઘાત સંખ્યા પણ સંખ્યાત છે.
(૪) પદ સંખ્યા - ક્રિયાપદ અંતે હોય તેવા શબ્દસમૂહને પદ કહેવામાં આવે છે. આવા પદોની સંખ્યાને પદ સંખ્યા કહે છે અથવા શબ્દને પણ પદ કહેવાય છે. આવા શબ્દોની સંખ્યાને પદસંખ્યા કહે છે. તે પદ પણ સંખ્યાત છે. (૫) પાદ સંખ્યા – શ્લોકના દરેક ચરણને, ચતુર્થાંશ ભાગને પાદ કહેવામાં આવે છે. તેની ગણના તે પાદ સંખ્યા.
() ગાથા સંખ્યા :- પ્રાકૃત ભાષામાં લખાયેલ છંદ વિશેષ ગાથા કહેવાય છે. આ ગાથાની ગણના તે ગાથા સંખ્યા.
(૭) શ્લોક સંખ્યા - સંસ્કૃતાદિ ભાષામાં લખાયેલ પધાત્મક છંદ વિશેષને બ્લોક કહેવામાં આવે છે. આ શ્લોકની ગણના તે શ્લોક સંખ્યા.
(૮) વેષ્ટક સંખ્યા - છંદ વિશેષ વેક કહેવાય છે, વેષ્ટકોની ગણના તે વેષ્ટક સંખ્યા કહેવાય છે. (૯) નિયુક્તિ સંખ્યા - શબ્દોની વ્યુત્પત્તિ પરક વ્યાખ્યા નિયુક્તિ કહેવાય છે. તેની ગણના તે નિર્યુક્તિ સંખ્યા. (૧૦) અનુયોગદ્વાર સંખ્યા – ઉપક્રમ વગેરે અનુયોગ દ્વાર છે. તેની ગણના તે અનુયોગદ્વાર સંખ્યા. (૧૧) ઉદેશક સંખ્યા - અધ્યયન અંતર્ગત વિષય પ્રરૂપક વિભાગ ઉદ્દેશક કહેવાય છે. તે ઉદ્દેશકોની ગણના કરવી તે ઉદ્દેશક સંખ્યા કહેવાય છે. (૧૨) અધ્યયન સંખ્યા – શાસ્ત્રના વિભાગ વિશેષને અધ્યયન કહેવાય છે. તેની સંખ્યા તે અધ્યયન સંખ્યા.
(૧૩) શ્રતસ્કન્ધ સંખ્યા - અધ્યયનના સમૂહ રૂપ શાસ્ત્રવિભાગ શ્રુતસ્કન્ધ કહેવાય છે. તેની સંખ્યા તે શ્રુતસ્કન્ધ સંખ્યા.
(૧૪) અંગ સંખ્યા :- આચારાંગ વગેરે તીર્થકર કથિત, ગણધર ગ્રથિત આગમો અંગ કહેવાય છે. આગમોની સંખ્યા તે અંગ સંખ્યા કહેવાય છે.
આ પ્રમાણે કાલિકશ્રતમાં રહેલ અક્ષરો, પદો, શ્લોક, અધ્યયન વગેરેની ગણતરી કરવી તે કાલિકશ્રુત