Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શખ)
|
| ૪૭૩ ]
ત્યક્તદેહ યાવત્ જીવરહિત શરીરજોઈને કોઈ કહે કે અહો! આ શરીરરૂપ મુગલ સમુદાયે 'સંખ્યાપદ' ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું, વાચ્યું હતું કાવત્ ઉપદર્શિત કર્યું હતું, સમજાવ્યું હતું. સંખ્યાપદના જ્ઞાતાનું આ નિર્જીવ શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
પ્રશ્ન- તેનું કોઈ દષ્ટાંત છે?
ઉત્તર- હા, ઘડામાં ઘી ભરતા હોય તે ઘડામાંથી ઘી કાઢી લીધા પછી પણ (ભૂતકાળની અપેક્ષાએ) 'આ ઘીનો ઘડો છે' તેમ કહેવાય છે. તે જ રીતે સંખ્યાપદને જાણનાર વ્યક્તિનું મૃતક શરીર હોય તે જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
વિવેચન :
જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય સંખ્યામાં આત્માનો શરીરમાં આરોપ કરી જીવના ત્યક્ત શરીરને નોઆગમ દ્રવ્ય કહેલ છે. મૃતક શરીરમાં જ્ઞાન નથી. માટે નોઆગમતઃ કહેલ છે અને ભૂત પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે.
આયુષ્ય કર્મ ભોગવાય જવાથી સહજ રીતે આયુષ્ય પૂર્ણ થતાં જીવરહિત જે શરીર હોય તે ટ્યુત કહેવાય છે. વિષ વગેરે પ્રયોગથી આયુષ્ય તૂટતાં જે નિર્જીવ શરીર હોય તે ધ્યાવિત શરીર કહેવાય છે અને સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાથી ત્યાગવામાં આવતું શરીર ચત્તદેહ, ત્યક્ત શરીર કહેવાય છે. આ ત્રણ વિશેષણ કહેવાનો આશય એ છે કે આમાંથી કોઈપણ પ્રકારે મરણ પામેલા વ્યક્તિનું શરીર હોય. તેને નોઆગમતઃ જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહે છે.
ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા :| ९ से किं तं भवियसरीरदव्वसंखा ? ___भवियसरीरदव्वसंखा-जे जीवे जोणीजम्मणणिक्खंते इमेणं चेव आदत्तए णं सरीरसमुस्सएणं जिणदिटेणं भावेणं संखा ति पयं सेकाले सिक्खिस्सइ, जहा को दिटुंतो? अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वसंखा । ભાવાર્થ - પ્રશ્ન- ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જન્મ સમયે જે જીવ યોનિમાંથી બહાર આવ્યો છે અર્થાત્ જે બાળકનો જન્મ થયો છે, તે ભવિષ્યમાં આ શરીરપિંડ દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર સંખ્યા પદને ભણશે, વર્તમાનમાં ભણતો નથી. ભવિષ્યમાં ભણનાર તેવા બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે.
પ્રશ્ન- તેનું કોઈ દષ્ટાંત છે?