Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૨/ભાવપ્રમાણ પ્રત્યક્ષદ
:
શબ્દાર્થ –આલi = આશ્રય નિષ્પન્ન શેષવતુ અનુમાન, વતifહં - બગલાઓની પંક્તિથી, સતિ = પાણીનું, વ૬ - વૃષ્ટિનું, સીતસમાચાર" = શીલ સદાચારથી, સુનપત્ત = કુલ પુત્રનું,
તાર્તિક = ઈગિતકાર-શારીરિક ચેષ્ટાઓથી, Jતે = ગ્રહણ થાય છે, અંતકં કઃ = અલ્તગત મન, આંતરિક મનોભાવનું (જ્ઞાન થાય છે). ભાવાર્થ :- પ્રશ્ન– આશ્રયલિંગ જન્ય શેષવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આશ્રયી પરોક્ષ હોય પણ તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ થવાથી આશ્રયીનું જ્ઞાન થાય, તે આશ્રય નિષ્પન્ન શેષવત્ અનુમાન કહેવાય છે. જેમ કે અગ્નિના આશ્રયે ધૂમાડો હોય છે. ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય. પર્વત પર ધૂમાડો જોઈ અપ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન થાય તે આશ્રય લિંગ જન્ય શેષવતુ અનુમાન કહેવાય. તે જ રીતે બગલાની પંક્તિથી પાણીનું, મેઘવિકારથી વરસાદનું, શીલસદાચારથી કુળપુત્રનું, શરીર ચેષ્ટાઓ, ભાષણ, નેત્ર–મુખ વિકારથી આંતરિક મનોભાવનું જ્ઞાન થવું. આવું આશ્રયજન્ય શેષવત્ અનુમાનનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
કાર્યથી કારણનું, કારણથી કાર્યનું, ગુણથી ગુણીનું, અવયવથી અવયવીનું અને આશ્રયથી આશ્રયવાનનું અનુમાન કરાય તે શેષવત્ અનુમાન કહેવાય છે. સૂત્રકારે ઉદાહરણ દ્વારા આ વાતને સ્પષ્ટ કરેલ છે.
કાર્યાનુમાનમાં કાર્ય ઉપરથી તેના કારણનું જ્ઞાન થાય છે. જેમ કે કેકારાવ રૂપ કાર્યથી તેના કારણભૂત મોરનું જ્ઞાન થાય. મોર પ્રત્યક્ષ નથી પણ તેનો અવાજ સંભળાતા અહીં મોર છે, તેવું જે જ્ઞાન થાય તે કાર્ય જન્ય શેષવત્ અનુમાન છે.
કારણાનુમાનમાં કારણ પ્રત્યક્ષ હોય છે અને કાર્યનું અનુમાન કરાય છે. આકાશમાં કાળા–ઘટાટોપ વાદળને જોઈ તેના કાર્યરૂ૫ વરસાદનું અનુમાન કરવું તે કારણ જન્ય શેષવત્ અનુમાન છે. સૂત્રકારે તંતુ અને પટનું ઉદાહરણ આપ્યું છે. તંતુ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી. વિશિષ્ટરૂપે તાણાવાણા રૂપે ગોઠવાયેલા તંતુથી જ પટની ઉપલબ્ધિ થાય છે. તે પહેલા નહી. પટથી કદાચ કોઈ તંતુને છૂટા કરે તો પટ તેનું કારણ નથી કારણ કે પટ વિના-પટ બન્યા પહેલા પણ તેની ઉપલબ્ધિ હોય છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય તેવા કારણથી જ કાર્યનું અનુમાન થઈ શકે.
ગુણાનુમાનમાં ગુણ પ્રત્યક્ષ થાય છે અને તે આધારે ગુણીનું જ્ઞાન થાય છે. જેમ કે સુગંધ પ્રત્યક્ષ થતાં– 'અહીં ગુલાબ હશે' તેવું ગુલાબનું જ્ઞાન ગુણજન્ય શેષવત અનુમાન કહેવાય છે. તે જ રીતે કસોટી પર સુવર્ણને ઘસવાથી જે રેખા થાય છે તેના ઉપરથી સુવર્ણના ટચનું જ્ઞાન થાય છે. તે ગુણજન્ય શેષવત અનુમાન છે.
ન દેખાતા અવયવીનું જ્ઞાન તેના અવયવના પ્રત્યક્ષથી થાય, તો તે અવયવ જન્ય શેષવત અનુમાન