Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૯૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રમાણ છે. એક લોકના અસંખ્યાત આકાશપ્રદેશ છે. તેવા અનંત લોકના આકાશપ્રદેશ પ્રમાણ મુશ્કેલગ
ઔદારિક શરીર જાણવા. દ્રવ્યથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ:દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અભવ્યજીવો કરતાં અનંતગુણ અધિક હોય છે અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ હોય છે.
અહીં પ્રશ્ન થાય છે કે બદ્ધ ઔદારિક શરીર અસંખ્ય છે તો પછી મુક્ત ઔદારિક શરીર અનંત કેમ કહેવાય? સમાધાન એ છે કે મુક્ત ઔદારિક શરીર અનંત સ્કંધોમાં વિભાજિત થઈ જાય છે. તે સ્કંધો ઔદારિકપણાનો ત્યાગ કરે નહી, બીજા પરિણામે પરિણત થાય નહી ત્યાં સુધી તે વિભાજિત થયેલા અનંતસ્કંધો ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે. આ કારણે એક એક ઔદારિક શરીરના અનંત મુશ્કેલગ છે. તે જ રીતે વૈક્રિય આહારક શરીરના મુશ્કેલગ પણ અનંત છે. વૈક્રિય શરીર સંખ્યા પરિમાણ :१२ केवइया णं भंते ! वेउव्वियसरीरा पण्णत्ता ? - गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति कालओ, सेसं जहा ओरालियस्स मुक्केल्लया तहा एते वि भाणियव्वा । શબ્દાર્થ -નેહીશ = આકાશની એક પ્રદેશી શ્રેણિઓ, પત્તરસ અiewામા = ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, તે નર = શેષ સર્વ કથન જેમ, ઓપનિયલ્સ મુFacલા = ઔદારિકના મફકેલગ, ત= તેમ, પર્ત = આ વૈક્રિયના મુક્ત શરીરનું પણ, માળિયળા= કથન કરવું જોઈએ. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય શરીરના બે પ્રકાર છે. (૧) બદ્ધલક બદ્ધ (૨) મુક્કલગ-મુક્ત. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી દ્વારા અપહૃત થાય છે. ક્ષેત્રથી તે અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગે છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી તે અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી દ્વારા અપહૃત થાય છે. શેષ કથન ઔદારિક શરીર પ્રમાણે જાણવું. વિવેચન :
દેવો અને નારકીને ભવ પર્યત વૈક્રિય શરીર બદ્ધ રહે છે. મનુષ્ય અને તિર્યંચમાં વૈક્રિયલબ્ધિધારી