Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્કૃષ્ટ પદે મનુષ્યો અને મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. સંમૂર્ચ્છિમ મનુષ્યો અસંખ્યાત છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોનો જ્યારે વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યો અસંખ્યાત હોય છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે. તેથી અસંખ્યાતનું પરિમાણ સૂત્રકારે કાળ અને ક્ષેત્રથી બતાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણન કરતાં ઉપલબ્ધ રાશિના આકાશપ્રદેશ પર એક એક મનુષ્યને સ્થાપિત કરતાં એક–શ્રેણી ભરાય અને એક મનુષ્યની જગ્યા રહે. તાત્પર્ય એ છે કે સર્વ અસંખ્ય મનુષ્ય એક શ્રેણીના પ્રદેશોથી પણ અસંખ્યાતમા ભાગ જેટલા છે. તે ઉત્કૃષ્ટ પદે બદ્ઘ ઔદારિક શરીર જાણવા.
૪૧૪
મનુષ્યોને બદ્ધવૈક્રિય શરીર સંખ્યાત છે. વૈક્રિયલબ્ધિ ગર્ભજ મનુષ્યોને જ હોય છે અને તેમાં પણ બધા મનુષ્યોને નથી હોતી, કેટલાકને જ હોય તેથી સંખ્યાત કહ્યા છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે.
મનુષ્યોમાં બદ્ધ આહારક શરીર ક્યારેક હોય ક્યારેક ન પણ હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક–બે–ત્રણ ઉત્કૃષ્ટ અનેક હજાર (૨ થી ૯ હજાર) સંભવે છે. મુક્ત આહારક–શરીર અનંત છે. બદ્ધ તૈજસ–કાર્મણ શરીર ઔદારિકની જેમ બધાને જ હોય છે. અર્થાત્ બદ્ઘ અસંખ્યાત અને મુક્ત, તૈજસકાર્મણ અનંત છે.
મનુષ્યોમાં પાંચે શરીરના બદ્ધ–મુક્ત શરીરનું સંખ્યાપરિમાણ બતાવ્યું, તે અનેક જીવોની અપેક્ષાએ તથા કાળની ભિન્નતાની અપેક્ષાએ છે. કોઈ એક મનુષ્યને એક સાથે પાંચે શરીર સંભવતા નથી. એક જીવને એક સમયે વધુમાં વધુ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિઓ એક સાથે એક મનુષ્યને સંભવે છે પરંતુ બંને લબ્ધિનો પ્રયોગ એક સાથે થતો નથી. તેથી લબ્ધિજન્ય આ બંને શરીર એક સાથે સંભવિત નથી.
આહારક શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા છે અને વૈક્રિય શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા નથી. તેનું કારણ એ છે કે આહારક શરીરી મનુષ્ય ક્યારેક હોય, ક્યારેક ન હોય પરંતુ વૈક્રિય શરીરધારી મનુષ્ય સદા સંખ્યાતા હોય જ. આ સૂત્રથી અને પ્રજ્ઞાપના, ભગવતી સૂત્રથી પણ સિદ્ધ છે કે મનુષ્યમાં વૈક્રિયશરીરી શાશ્વતા હોય છે, તેનો વિરહ થતો નથી. કારણ કે ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરે સમૃદ્ધિ સંપન્ન મનુષ્યોમાં કોઈ ને કોઈ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરતા જ રહે છે. મનુષ્યમાં વૈક્રિય યોગ અને વૈક્રિય મિશ્રયોગ બંને શાશ્વત કહ્યા છે.
વાણવ્યંતર દેવોમાં શરીર પરિમાણ :
३१ वाणमंतराणं ओरालियसरीरा जहा णेरइयाणं ।
वाणमंतराणं भंते ! केवइया वेडव्वियसरीरा पण्णत्ता ?
નોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહીં- બન્નેત્ત્તયા ય મુખ઼યા ય I