Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૯૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
અને તેના મૂલ્યમાં પણ અંતર હોય છે. તેથી બંનેને પૃથક કહ્યા છે.
ગુંજ, રતી, ચણોઠી વગેરે સમાનાર્થક નામ છે. સવા ચણોઠી (રત્તી) બરાબર એક કાકણી થાય છે. પોણા બે ચણોઠીનો એક નિષ્પાવ થાય છે. કર્મમાષક વગેરેનું પ્રમાણ સૂત્રમાં બતાવ્યું છે. કર્મમાષક, મંડલક અને સુવર્ણના ભાર પ્રમાણનું વિવરણ સૂત્રમાં જુદી-જુદી અનેક રીતે બતાવ્યું છે. તેનું કારણ એ છે વેચનાર, ખરીદનાર, સુવર્ણ વગેરેના ક્રય-વિક્રયમાં તેનો વિવિધ રીતે ઉપયોગ કરે છે.
૩f HH :- આ રીતે કર્મમાસક ચાર પ્રકારે થાય છે. મૂળપાઠમાં કર્મમાસકનું માપ ત્રણ પ્રકારે જ બતાવ્યું છે. વ્યાખ્યાકારે તેને સ્પષ્ટ કર્યું છે કે કાકણીની અપેક્ષાએ ચાર કાકણીનો કર્મમાસક થાય તે પ્રધાન છે. ગુંજા અને નિષ્પાવથી નિષ્પન્ન કર્મમાસક પ્રધાન નથી.
આ રીતે આ પ્રકરણમાં ઉન્માન, અવમાન, ગણિમ અને પ્રતિમાનરૂપ ચાર પ્રકારના દ્રવ્ય પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
II પ્રકરણ-૧૯ સંપૂર્ણ II
દ્રવ્ય પ્રમાણ અનુયોગ દ્વાર
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય
આનુપૂર્વી
નામ પ્રિમાણ વક્તવ્યતા અર્થાધિકાર સમવતાર
દ્રવ્ય પ્રમાણ
ક્ષેત્ર પ્રમાણ કાળ પ્રમાણ ભાવ પ્રમાણ
ના પ્રદેશ નિષ્પન્ન
વિભાગે નિષ્પન્ન
માન પ્રમાણ ઉન્માન પ્રમાણ અવમાન પ્રમાણ ગણિમં પ્રમાણ પ્રતિમાનું પ્રમાણ
ધાન્યમાન પ્રમાણ
સમાન પ્રમાણ