Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૨૨/ પ્રમાણાગુલ
__
૯૯૩
વિવેચન :
લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ જોવા મળે છે. (૧) મનુષ્યકત, (૨) કર્મજન્ય-ઉપાધિજન્ય (૩) શાશ્વતા. તેમાં જે મનુષ્યકૃત પદાર્થો છે, તેનું માપ આત્માંગુલથી કરવામાં આવે છે. ઉપાધિ એટલે કર્મ. કર્યદ્વારા શરીર વગેરે પ્રાપ્ત થાય માટે શરીર ઉપાધિજન્ય કહેવાય છે. તેનું માપ ઉત્સધાંગુલથી કરવામાં આવે છે અને નરકભૂમિ વગેરે જે શાશ્વતા પદાર્થો છે તેનું માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે. સૂત્રમાં શાશ્વતા પદાર્થોના ઘણા નામ આવ્યા છે તેથી સ્પષ્ટ છે કે સદા શાશ્વત રહેનાર પર્વત, ભવન, વિમાન, નરકાવાસ, પાતાળકળશ, દ્વીપ, સમુદ્ર, ક્ષેત્ર, વિજય, શાશ્વત નદીઓ, દ્રદ, તીર્થ આદિનું માપ આ પ્રમાણાંગુલથી થાય છે. જેમકે પ્રમાણાંગુલથી જંબૂદ્વીપ એક લાખ યોજન છે તો ઉત્સધાંગુલથી ૧૦૦૪ લાખ યોજન હોય છે. વૈતાઢય પર્વત પ્રમાણાલથી ૫૦ યોજન પહોળો છે તો ઉત્સધાંગુલથી ૫૦૪૧000 = ૫0000 યોજન પહોળો છે. વર્તમાનના માપની અપેક્ષાએ પ્રમાણાંગુલના એક યોજનમાં તેર, ચૌદ હજાર કિલોમીટર થાય છે. પભાઇ :- જે પર્વત, પર્વતમાંથી નીકળતો હોય, જેની મૂળમાં ઊંચાઈ વધુ હોય અને કિનારા પર ઊંચાઈ ઓછી હોય એવા આકારવાળા પર્વતોને પ્રાગુભાર પર્વત કહે છે, તે પર્વત કંઈક નમેલા હોય છે. મહાવિદેહ ક્ષેત્રની વિજયોની વચ્ચેના પર્વતો પ્રાળુભાર પર્વતો છે. ઢાળ :- પર્વતનો એક દિશાનો વિભાગ. પર્વતના મૂળ વિભાગથી કંઈક છૂટો થયેલો ભાગ. વનસ્વાર :- ક્ષેત્રોની સીમા કે ક્ષેત્રનું વિભાજન કરનાર મહાવિદેહ ક્ષેત્રના પર્વતોને વક્ષસ્કાર પર્વત કહે છે. તે બે પ્રકારે છે– (૧) ગજદંતાકાર વક્ષસ્કાર (ર) પ્રાગુભાર વક્ષસ્કાર. ગંજદંતાકાર વક્ષસ્કાર દેવકુરુ ઉત્તરકની સીમા કરનાર ચાર પર્વતો છે અને પ્રાગુભાર વક્ષસ્કાર મહાવિદેહ ક્ષેત્રની વિજયોની સીમા કરનાર સોળ પર્વતો છે. પ્રમાણાંગુલના ભેદ - | ४ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सेढीअंगुले पयरंगुले घणंगुले ।
असंखेज्जाओ जोयणकोडाकोडीओ सेढी, सेढी सेढीए गुणिया पयरं, पयरं सेढीए गुणितं लोगो, संखेज्जएणं लोगो गुणितो संखेज्जा लोगा, असंखेज्जएणं लोगो गुणीओ असंखेज्जा लोगा । ભાવાર્થ :- પ્રમાણાંગુલના સંક્ષેપમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) શ્રેણ્યાંગુલ, (૨) પ્રતરાંગુલ (૩) ઘનાંગુલ.
પ્રમાણાંગુલથી નિષ્પન્ન અસંખ્યાત ક્રોડાકોડી યોજનોની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગુણવાથી પ્રતર થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી એક લોક થાય છે. લોકને સંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો સંખ્યાત લોક થાય છે અને અસંખ્યાત રાશિથી ગણવામાં આવે તો અસંખ્યાત લોક થાય છે.