Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૨૩/કલvમાણ-પલ્યોપમ સ્વરૂ૫
|
૩૪૫ |
ભાવાર્થ :- ઉત્સધાંગુલથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને કાંઈક અધિક ત્રણગુણી પરિધિવાળો કોઈ ખાડો હોય તેને માથાનું મુંડન કરાવ્યા પછીના એક—બે-ત્રણ અને વધુમાં વધુ સાત દિવસના ઉગેલા વાલાઝથી એવો ઠાંસીઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, વિધ્વંસ પામે નહીં, સડીને તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહીં, તેવા તે ખાડામાંથી સમયે-સમયે એક–એક વાલાઝને કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય ક્ષીણ, નીરજ, નિર્લેપ ખાલી થઈ જાય, તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહે છે.
આવા દસ ક્રોડાકોડી પલ્યોપમનો એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. १० एएहिं वावहारियउद्धारपलिओवम सागरोवमेहिं किं पयोयणं ?
एएहिं वावहारियउद्धारपलिओवम-सागरोवमेहिं पत्थि किंचि पओयणं, केवलं पण्णवणा पण्णविज्जइ । से तं वावहारिए उद्धारपलिओवमे । ભાવાર્થ – પ્રશ્ન–આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે?
ઉત્તર- તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
વિવેચન :
આ સુત્રમાં સૂત્રકારે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ વર્ણવ્યું છે. સૂત્રમાં માત્ર પલ્ય કહેવામાં આવ્યું છે પરંતુ ઉત્સધાંગુલથી નિષ્પન્ન એક યોજન પ્રમાણ લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતો પલ્ય-ખાડો અહીં અભિપ્રેત છે. એક યોજન લાંબો પહોળો, ઊંડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિ યુક્ત તે પલ્યને વાળથી ભરવામાં આવે. તે વાળ મુંડન કરાવ્યા પછીના એક—બે-ત્રણ વધુમાં વધુ સાત દિવસના ઉગેલા હોવા જોઈએ. સાત દિવસથી વધુ દિવસના વાળ અપેક્ષાએ સ્કૂલ અને મોટા હોય તેથી તે અહીં ગ્રાહ્ય નથી. તે પલ્ય વાલાથી ખીચોખીચ અને પરિપૂર્ણ, ઠાંસીને એવો ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે કે પવન તેને ઉડાડી ન શકે. દ્રવ્યલોક પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે તે વાલાગ્ર એટલા સઘન હોય કે ચક્રવર્તીની સેના ઉપરથી પસાર થઈ જાય તો પણ તે અંશમાત્ર દબાય નહીં. સમયે-સમયે તેમાંથી એક–એક વાલાગ્ર બહાર કાઢતા જેટલા સમયમાં તે સંપૂર્ણતયા ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. તેવા દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે.
ગ્રંથાંતરોમાં ક્યાંક દેવકુ–ઉત્તરકુના મનુષ્યોના ૭ દિવસના ઉગેલા વાળ કહ્યા છે, તો ક્યાંક સાત દિવસના જન્મેલા ઘેટાના વાળ ગ્રહણ કર્યા છે, તો ક્યાંક તે વાળના આઠ-આઠ ટુકડા કરી, પલ્ય ભરવાની