Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૭ર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આ પર્વત પર કુટજ અને કદંબ વૃક્ષ પુષ્પિત છે તેથી આ પર્વત પુ રાવ' છે. 'પાટા જેવ' તે સમાસ પદ છે. આ સમાસ પદ અન્યપદ, પર્વતનો બોધ કરાવે છે અને પર્વત પ્રધાન બને છે. અહીં 'કુજનશુક્રવ' પર્વતનું વિશેષણ બન્યું તે બહુવ્રીહિ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
કર્મધારય સમાસ :| ४ से किंतं कम्मधारयसमासे ? कम्मधारयसमासे- धवलो वसहो धवलवसहो, किण्हो मिगो किण्हमिगो, सेतो पटो सेतपटो, रत्तो पटो रत्तपटो । से तं कम्मधारय સમારે ! ભાવાર્થ - પ્રશ્ન- કર્મધારય સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કર્મધારય સમાસના ઉદાહરણ છે– ધવલ એવો વૃષભ-ધવલવૃષભ, કૃષ્ણ(કાળો) એવો મૃગ-કૃષ્ણમૃગ, શ્વેત એવું વસ્ત્ર–શ્વેત વસ્ત્ર(પટ), રક્ત એવું વસ્ત્ર-રક્તવસ્ત્ર, આ કર્મધારય સમાસ છે. વિવેચન :
જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ–વિશેષ્યનો સંબંધ હોય તે કર્મધારય સમાસ કહેવાય છે. સમાન અધિકરણવાળો તપુરુષ સમાસ જ કર્મધારય સમાસ કહેવાય છે. સૂત્રમાં ઉદાહરણ આપ્યા છે તે વિશેષણવિશેષરૂપે છે. ધવલ-સફેદ એ બળદનું વિશેષણ છે અને વૃષભ એ વિશેષ્ય છે. ઉપમા અપાય ત્યારે ઉપમાન–ઉપમેયમાં કર્મધારય સમાસ થાય જેમકે ઘન વ શ્યામ: ઘનશ્યામંઘન(વાદળો) જેવા શ્યામ(કાળા) તે ઘનશ્યામ. અહીં ઉપમાન-ઉપમેયનો કર્મધારય સમાસ છે. આ સૂત્રમાં બધા જ ઉદાહરણ વિશેષણ-વિશેષ્યના છે અને તે પણ વિશેષણ પૂર્વપદમાં હોય તેવા ઉદાહરણ છે. ધવલવૃષભ' આ નામ બન્યું તે કર્મધારય સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. દ્વિગુ સમાસ :| ५ से किं तं दिगुसमासे ? दिगुसमासे- तिण्णि कडुगा तिकडुगं, तिण्णि महुराणि तिमहुरं, तिण्णि गुणा तिगुणं, तिण्णि पुरा तिपुर, तिण्णि सरा तिसर, तिण्णि पुक्खरा तिपुक्खरं, तिण्णि बिंदुया तिबिंदुयं, तिण्णि पहा तिपह, पंच णईओ पंचणदं, सत्त गया सत्तगयं, णव तुरगा णवतुरगं, दस गामा दसगाम, दस पुरा दसपुरं । से तं दिगुसमासे । ભાવાર્થ - પ્રશ્ન- દ્વિગુ સમાસનું સ્વરૂપ કેવું છે?