Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૯jદ્રવ્ય પ્રમાણ
.
૨૮૫ |
(૪) પ્રમીયતે યત્તત્ પ્રમi - કર્મ સાધન વ્યુત્પત્તિ અનુસાર જે મપાય તે પ્રમાણ, જાણવું માત્ર તે પ્રમાણ અથવા માપવું તે પ્રમાણ. પ્રમિતિ તે પ્રમાણનું ફળ છે. જેમ ફળને પ્રમાણ રૂપે માનવામાં આવે છે તેમ વસ્તુને જાણવાના, માપવાના જે સાધનો તે પણ પ્રમાણરૂપ મનાય છે.
| દર્શન શાસ્ત્રોએ આગમ, અનુમાન, ઉપમાન વગેરે બે, ચાર કે છ પ્રમાણમાં જ પ્રમાણના અર્થને સીમિત કરી દીધો છે. તેટલો સીમિત અર્થ જ ગ્રહણ ન કરતાં અહીં પ્રમાણનો અતિ વિસ્તૃત અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. યથાર્થ જ્ઞાનને પ્રમાણ કહ્યું છે. જેના દ્વારા યથાર્થજ્ઞાન થાય તે પ્રમાણ. જ્ઞાન અને પ્રમાણનો વ્યાપક–વ્યાપ્યભાવ સંબંધ છે. જ્ઞાન વ્યાપક છે, પ્રમાણ વ્યાપ્ય છે. જ્ઞાન યથાર્થ, અયથાર્થ બંને રૂપે સંભવે છે. સમ્યક નિર્ણાયક જ્ઞાન યથાર્થ હોય જ્યારે તેનાથી વિપરીત જ્ઞાન અયથાર્થ હોય છે. પરંતુ પ્રમાણ તો યથાર્થ રૂપજ હોય છે.
સંક્ષિપ્તમાં કહીએ તો જેના દ્વારા વસ્તુ માપવામાં આવે, તોળવામાં આવે અને યથાર્થ રીતે વસ્તુને જાણી શકાય તે પ્રમાણ. યથાર્થ જ્ઞાન તે પ્રમાણ. પ્રમાણના વિષયભૂત પ્રમેય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તે ચાર પ્રકારના હોવાથી પ્રમાણના પણ દ્રવ્યાદિ ચાર ભેદ કહ્યા છે.
દ્રવ્યપ્રમાણ :| २ से किं तं दव्वपमाणे ? दव्वपमाणे दुविहे पण्णत्ते, तं जहा- पए सणिप्फण्णे य, विभागणिप्फण्णे य । ભાવાર્થ - પ્રશ્ન- દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્યપ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ :| ३ से किं तं पएसणिप्फण्णे ? पएसणिप्फण्णे- परमाणुपोग्गले दुपएसिए जाव दसपएसिए संखिज्जपएसिए असंखिज्जपएसिए अणंतपएसिए । सेतंपएसणिप्फण्णे। ભાવાર્થ - પ્રશ્ન-પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પરમાણુ પુદ્ગલ, બે પ્રદેશો, હાવત દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવાય છે.
વિવેચન :
દ્રવ્ય વિષયક યથાર્થ જ્ઞાનને દ્રવ્યપ્રમાણ કહેવામાં આવે છે. જેના દ્વારા દ્રવ્યોનું યથાર્થજ્ઞાન(પ્રમાણ)