Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
થાય તે પ્રમાણ—અથવા જે દ્રવ્યોનું યથાર્થજ્ઞાન (પ્રમાણ) કરાય તે દ્રવ્યપ્રમાણ. તેમાં એક, બે, ત્રણ વગેરે પ્રદેશોથી જે દ્રવ્ય નિષ્પન્ન થાય તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણમાં પરમાણુથી અનંત પ્રદેશીસ્કંધ સુધીના બધાજ દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે.
૨૮૬
પરમાણુથી બે, ત્રણ, ચાર યાવત્ અનંત પરમાણુઓના સંયોગથી નિષ્પન્ન સ્કંધ પ્રમાણદ્વારા ગ્રાહ્ય હોવાથી પ્રમેય છે. છતાં તેને પ્રમાણ માનવામાં આવે છે. 'પ્રમીયતે યત્ તત્ પ્રમાળ' જે મપાય તે પ્રમાણ. પ્રમાણની કર્મસાધન વ્યુત્પત્તિ અનુસાર પરમાણુ વગેરે દ્રવ્ય મપાય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાય છે માટે તે પ્રમાણ.
'પ્રમીયતેઽનેન કૃતિ પ્રમાણમ્' આ કરણ સાધન વ્યુત્પત્તિ અનુસાર જેના દ્વારા જાણી શકાય તે પ્રમાણ. પરમાણુ વગેરે દ્રવ્યોનું એક, બે, ત્રણ પરમાણુઓથી નિષ્પન્ન સ્વરૂપ જ મુખ્યરૂપથી પ્રમાણ છે કારણ કે તે તેના દ્વારા જ જણાય છે. તે સ્વરૂપ સાથે પરમાણુ વગેરે સંબંધિત હોવાથી પરમાણુ વગેરે દ્રવ્યને ઉપચારથી પ્રમાણ કહેલ છે.
પ્રમિતિ: પ્રમાણ-જે જ્ઞાન તે પ્રમાણ. આ ભાવસાધન વ્યુત્પતિ અનુસાર જ્ઞાનપ્રમાણ છે. પ્રમેય —જ્ઞેય પદાર્થ મુખ્યરૂપે પ્રમાણ ન કહેવાય. માટે કાર્યમાં ઉપચાર કરી પ્રમેયને પ્રમાણરૂપ માનવામાં આવે. એક પ્રદેશવાળો પરમાણુ અને બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશથી નિષ્પન્ન સ્કંધ પ્રમેય છે. તે કર્મસાધન વ્યુત્પતિ અનુસાર મુખ્યરૂપથી પ્રમાણભૂત છે અને કરણસાધન તથા ભાવસાધન વ્યુત્પિત્તિ અનુસાર ઉપચારથી પ્રમાણભૂત છે માટે પરમાણુ વગેરે સર્વને પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહ્યું છે. પરમાણુ વગેરે સ્વતઃ પ્રદેશરૂપ છે. આ સ્વગત પ્રદેશો દ્વારા જ તેની પ્રદેશનિષ્પન્નતા માનવી જોઈએ.
આકાશના અવિભાગી અંશને પ્રદેશ કહેવામાં આવે છે. આકાશના જેટલા ભાગમાં એક અવિભાગી પુદ્ગલ પરમાણુ રહે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહે છે. જે સ્વયં આદિ, મધ્ય અને અંતરૂપ હોય તેવા નિર્વિભાગ દ્રવ્યને પરમાણુ કહે છે. આવા બે–ત્રણ, ચારથી લઈ અનંત પરમાણુ ભેગા મળે, પરમાણુઓના સંઘટનથી નિષ્પન્ન થતા પિંડને સ્કન્ધ કહેવામાં આવે છે. અહીં મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યના પ્રદેશનું કથન કર્યું છે કારણ કે તે ઈંદ્રિય ગ્રાહ્ય છે. જૈનાગમોમાં મૂર્ત—અમૂર્ત બધા દ્રવ્યોના પ્રદેશ બતાવ્યા છે.
૧. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. ૨. અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. ૩. જીવાસ્તિકાયના (એક જીવના)અસંખ્યાતપ્રદેશ છે. ૪. આકાશસ્તિકાયના અનંતપ્રદેશ છે.પ. કાળદ્રવ્ય–અપ્રદેશી ૬. પુદ્ગલાસ્તિકાય–સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળું છે.
વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ :
४ से किं तं विभागणिप्फण्णे ? विभागणिप्फण्णे पंचविहे पण्णत्ते, તેં નફા- માળે, સમ્માને, ઓમાળે, નળિયે, હિમાળે 1
ભાવાર્થ :- પ્રશ્ન- વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?