Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૧૪/દસ નામ-માણનિષ્પક્ષ નામ
|
૨૬૭ |
થાય છે. જેમકે રઘુરાજા ઉપરથી રઘુકુળ સ્થાપિત થયું હતું. બાળ ઋષભે ઈન્દ્રના હાથમાંથી શેરડી(ઈક્ષ)નો સાંઠો લઈ લીધો તે પ્રસંગથી ઈક્વાકકળ સ્થાપિત થયું હતું. ઉગ્રકુળમાં જન્મ લેવાથી 'ઉગ્ર' નામથી ઓળખાય તેને કુળ સ્થાપના પ્રમાણ નામ કહેવાય. તે જ રીતે ભોગ, રાજન્ય વગેરે કુળ સંબંધમાં જાણવું.
પાપં નામ :
७ से किं तं पासंडणामे ? पासंडणामे- समणए पंडुरंगए, भिक्खू, कावालियए तावसए, परिव्वायगे । से तं पासंडणामे । ભાવાર્થ - પ્રશ્ન-પાખંડનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- શ્રમણ, પાડુંરંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક, તે પાખંડનામ જાણવા.
વિવેચન :
મત, સંપ્રદાય, આચાર-વિચારની પદ્ધતિ અથવા વ્રતને પાખંડ કહે છે. કોઈ મત–સંપ્રદાય કે વિશિષ્ટ આચાર અથવા કોઈ ક્રિયા કલાપના આધારે નામ સ્થાપિત થાય તે પાખંડનામ કહેવાય છે. જેમકે નિગ્રંથ, શાક્ય વગેરે મતના પ્રવ્રજિત સાધુ શ્રમણ કહેવાય છે. શરીર પર ભસ્મ લગાવનારા શૈવ કહેવાય અને શિવના ભક્તો પાડુંરંગ કહેવાય છે. બૌદ્ધ દર્શનના અનુયાયી ભિક્ષુ, ચિતાની રાખ શરીરે લગાવનારા સ્મશાનવાસી કાપાલિક, તપ સાધના કરનાર તાપસ અને ગૃહત્યાગી સંન્યાસી પરિવ્રાજકના નામે ઓળખાય છે. આ શ્રમણ વગેરે નામ પાખંડ સ્થાપના પ્રમાણનામ કહેવાય.
ગણનામ :| ८ से किं तं गणणामे ? गणणामे- मल्ले मल्लदिण्णे मल्लधम्मे मल्लसम्मे मल्लदेवे मल्लदासे मल्लसेणे मल्लरक्खिए । से तं गणणामे । ભાવાર્થ - પ્રશ્ન- ગણનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ગણના આધારે જે નામ સ્થાપિત થાય તે ગણનામ કહેવાય છે. જેમકે- મલ, મલદત્ત, મલ્લધર્મ, મલ્લશર્મ, મલદેવ, મલ્લદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત, તે ગણ સ્થાપના પ્રમાણ નિષ્પન્નનામ
વિવેચન :
સંઘ-સમૂહને ગણ કહેવામાં આવે છે. આયુધ જીવીઓના સમૂહને પણ ગણ કહેવામાં આવે છે. તેમાં પરસ્પરની સહમતિ અથવા સમ્મતિના આધારે રાજ્ય વ્યવસ્થાનો નિર્ણય કરાતો. મહાવીર સ્વામીના