Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૪/દસ નામ–પ્રમાણનિષ્પન્ન નામ
સોળમું પ્રકરણ
દસ નામમાં પ્રમાણ નિષ્પન્ન નામ
૨૩
પ્રમાણ નિષ્પન્ન નામના ચાર પ્રકાર :
१ से किं तं पमाणेणं ? पमाणेणं चडव्विहे पण्णत्ते, तं जहा- णामप्पमाणे ठवणप्पमाणे दव्वप्पमाणे भावप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન− પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર–પ્રમાણનિષ્પન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામપ્રમાણ સ્થાપના પ્રમાણ (૩) દ્રવ્યપ્રમાણ (૪) ભાવપ્રમાણ.
વિવેચન :
જેના દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે, વસ્તુના સમ્યગ્ નિર્ણયમાં જે કારણરૂપ હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે. જેના દ્વારા વસ્તુનો યથાર્થ નિર્ણય થઈ શકે તે પ્રમાણ. તે પ્રમાણના વિષયભૂત શેય પદાર્થ ચાર રીતે નિક્ષિપ્ત થાય છે, તેનું (જ્ઞેયનું) અર્થઘટન ચાર રીતે થાય છે માટે પ્રમાણના પણ ચાર પ્રકાર થાય છે. તે નામ પ્રમાણ, સ્થાપના પ્રમાણ, દ્રવ્ય પ્રમાણ અને ભાવ પ્રમાણ.
નામપ્રમાણ નિષ્પન્ન નામ :
२ से किं तं णामप्पमाणे ? णामप्पमाणे- जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा पमाणे त्ति णामं कज्जति । सेतं णामप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- નામપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કોઈ જીવ અથવા અજીવ, જીવો અથવા અજીવો, ઉભય—જીવાજીવ અથવા જીવાજીવોનું 'પ્રમાણ' એવું નામ રાખવામાં આવે તે નામપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
પ્રત્યેક વસ્તુનો અલગ–અલગ બોધ કરાવવા તથા લોક વ્યવહાર ચલાવવા પ્રત્યેક વસ્તુનું નામ