Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨૬ |
શ્રી અયોગવાર સૂત્ર
સ્વરરૂપે પરિણમે તે પંચમ સ્વર કહેવાય છે. () ધૈવત સ્વરઃ- જે સ્વર પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરે તે ધવત સ્વર કહેવાય છે. (૭) નિષાદ સ્વર – સર્વ સ્વરોનો જે પરાભવ કરે તે નિષાદ સ્વર કહેવાય છે. તેનો સ્વામી સૂર્ય છે.
સંગીત શાસ્ત્રમાં, આ સાત સ્વરોનો બોધ કરાવવા, તે પ્રત્યેક સ્વરના પ્રથમના એક–એક અક્ષર દ્વારા નિષ્પન્ન 'સારેગમપધનિ' આ પદ પ્રસિદ્ધ છે. 'સ' ષજ સ્વરનો, ૨' ઋષભ સ્વરનો, 'ગ'–ગાંધાર સ્વરનો બોધક છે. તેમ પદના પ્રત્યેક અક્ષર એક–એક સ્વરના બોધક છે.
આ સાતે સ્વરો જીવ અને અજીવ બંને માધ્યમથી ઉત્પન્ન થાય છે. સાત સ્વરોના સ્થાન :| २ एएसि णं सत्तण्हं सराणं सत्त सरट्ठाणा पण्णत्ता, तं जहा
सज्जं च अग्गजीहाए, उरेण रिसहं सरं । कंठुग्गतेण गंधारं, मज्झजीहाए मज्झिमं ॥२६॥ णासाए पंचमं बूया, दंतोटेण य धेवतं ।
भमुहक्खेवेण णेसायं, सरट्ठाणा वियाहिया ॥२७॥ શબ્દાર્થ -પતિ i = આ, સરદં સરTM = સાતસ્વરના, સત્ત = સાત, સરક્ાા = સ્વર સ્થાન
અજfiદપ = અગ્રજિહાથી, કા = વક્ષસ્થલથી, વસંતુતિ = કંઠગત-કંઠથી, મળીહાણ = મધ્ય જિલ્લાથી, સંતોષ = દતોષ્ઠ સંયોગથી, સમુહવેગ = ભ્રકુટિ તાણેલા મસ્તકથી, મૂર્ધાથી, સરાણ = સ્વરસ્થાન, વિયારિયા = જાણવા. ભાવાર્થ :- સાત સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન આ પ્રમાણે છે– (૧) જિહાના અગ્રભાગથી ષજ સ્વર (૨) વક્ષસ્થલથી ઋષભ સ્વર (૩) કંઠથી ગાંધાર સ્વર (૪) જિહાના મધ્યભાગથી મધ્યમ સ્વર (૫) નાસિકાથી પંચમ સ્વર (૬) દાંત-હોઠના સંયોગથી પૈવત સ્વર (૭) ભ્રકુટિ યુક્ત મૂર્ધાથી નિષાદ સ્વરનું ઉચ્ચારણ કરાય છે. આ સાત સ્વર સ્થાન કહેવાય છે.
વિવેચન :
- સાતે સ્વરોનું મૂળ ઉદ્દગમ સ્થાન તો નાભિ છે. નાભિથી ઉત્થિત અવિકારી સ્વરમાં જિહાદિ અંગ દ્વારા વિશેષતા ઉત્પન્ન થાય છે. સર્વ સ્વરોના ઉચ્ચારણમાં જિહા, કંઠ વગેરે સર્વ સ્થાનોની અપેક્ષા હોય છે પરંતુ પ્રત્યેક સ્વર એક–એક સ્થાન દ્વારા અભિવ્યક્ત થાય છે. તેથી સાતે સ્વરના ભિન્ન-ભિન્ન સ્વર સ્થાન માનવામાં આવે છે. જેમકે ઋષભ સ્વરના ઉચ્ચારણમાં વક્ષસ્થલનો વિશેષરૂપથી ઉપયોગ કરાય છે. તે