Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૫/દસ નામ – ગુøનિષ્પન્ન નામ
સંવાહ – પથિકોનું વિશ્રામ સ્થાન, અનેક પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન, સખિવેસેતુ - સાર્થવાહોના નિવાસ સ્થાનોમાં, બિવિક્સમાÒસુ - નિવાસ કરવા જાય અથવા તેને વસાવે ત્યારે, ને તાર્ સે મલાતદ્ – જે લાબુ છે, પ્રક્ષિપ્ત પાણી વગેરેને પોતાનામાં સ્થિર કરે તે પાત્ર 'લાબુ' કહેવાય તેને અલાબુ કહેવું, ને સુખ સે સુંગર - જે સુંભ-શુભવર્ણવાળું છે તેને કુટુંભક કહેવું, આવંત વિવલીય (વિવરીય) માલણ્ - વિપરીત બોલનાર કે અસંબદ્ધ બોલનારને અભાષક કહેવું.
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?
૫
ઉત્તર- નવા ગ્રામ, આકર, નગર, બેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાહ અને સન્નિવેશમાં નિવાસ કરવા જાય ત્યારે અથવા નવા ગામ વગેરેને વસાવવાના સમયે અશિવા(શિયાળી) માટે શિવા નામનો, અગ્નિ માટે શીતલ નામનો, વિષ માટે મધુર નામનો પ્રયોગ કરવો. કલાલના ઘરમાં આમ્બ માટે સ્વાદુ નામનો પ્રયોગ થાય છે. તે જ રીતે રક્તવર્ણનું હોય તે લકતક કહેવાય તેના માટે અલકતક, લાબુ-પાત્ર વિશેષ માટે અલાબુ, શુભવર્ણવાળા સુંભક માટે કુટુંભક અને અસંબદ્ધ પ્રલાપ કરનારા માટે અભાષક, એવા શબ્દોનો(નામનો) પ્રયોગ કરવામાં આવે તો તે પ્રતિપક્ષપદનિષ્પન્નનામ કહેવાય છે.
વિવેચન :
પ્રતિપક્ષ એટલે વિરોધી. પ્રતિપક્ષપદનામ એટલે વિરોધી નામ. જે વસ્તુ હોય તેના ધર્મથી વિપરીત ધર્મ-ગુણ વાચક નામ દ્વારા તે વસ્તુનું કથન કરાય તો તે પ્રતિપક્ષપદ નામ કહેવાય છે. જેમકે શબ્દકોષમાં 'અશિવા' શબ્દ શિયાળીનો વાચક છે. તેનું જોવું, બોલવું અશિવ,અમંગલ અને અશુભ મનાય છે. વાસ્તુ, ગૃહપ્રવેશ, નગરપ્રવેશ, લગ્નપ્રસંગ જેવા માંગલિક પ્રસંગે 'અશિવા'ના બદલે 'શિવા' નામનો પ્રયોગ
કરવામાં આવે છે. તેને પ્રતિપક્ષપદનિષ્પન્નનામ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે મંગલ-અમંગલની લોકમાન્યાતાનુસાર અગ્નિને શીતળ, વિષને મધુર, અમ્લને સ્વાદુ કહેવામાં આવે છે. અગ્નિમાં રહેલ ઉષ્ણતારૂપ ગુણધર્મથી વિપરીત શીતલતા ગુણ વાચક શબ્દ પ્રયોગ અગ્નિ માટે કરાય છે, તેથી તે પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ કહેવાય. તે જ રીતે લતક માટે અલકતક, લાખુ માટે અલાબુ વગેરે પ્રયોગો પ્રતિપક્ષનિષ્પન્ન
નામ જાણવા.
નૌગૌણ નામ અને પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ ભિન્ન ભિન્ન છે. નોગૌણનામમાં જે નામ છે તેની પ્રવૃત્તિનો અભાવ પ્રધાન મુખ્યરૂપે હોય છે. જેમકે કુખ્ત, શસ્ત્ર વિશેષનો અભાવ છે, છતાં પક્ષીને સકુન્ત કહેવું. તેમાં વિરોધીધર્મ અને વ્યુત્પત્તિ અર્થ બંનેનો અભાવ છે. જ્યારે પ્રતિપક્ષપદનિષ્પન્નમાં પ્રતિપક્ષવિરોધી નામની પ્રધાનતા છે. અહીં અશિયાળને શિયાળ કહેવાની વાત નથી પરંતુ શિયાળ—અશિવાની જગ્યાએ જ શિવા' નામનો પ્રયોગ કરવામાં આવે છે.
પ્રધાનપદ નિષ્પનનામ :
६ से किं तं पाहण्णयाए ?