Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૧૫/દસ નામ - ઘણાનપણ નામ
:
૨૫૭ |
દ્રવ્યનો(વાચ્યનો) બોધ કરાવે છે માટે તે અનાદિસિદ્ધાન્તનિષ્પન્નનામ કહેવાય. જે વસ્તુઓ શાશ્વતી છે. જેઓ પોતાના સ્વરૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી તે વસ્તુના નામ અનાદિસિદ્ધાંતનામ કહેવાય છે.
ગૌણ નામમાં અભિધેય-વાચ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દે છે. એક વસ્તુ માટે વપરાતો શબ્દ ભવિષ્યમાં બીજી વસ્તુ માટે વપરાય તો પ્રથમના વાચ્યવાચક ભાવનો અંત આવી જાય, તેથી તે અનાદિ સિદ્ધાન્ત ન કહેવાય. જ્યારે અનાદિ સિદ્ધાન્ત નામમાં વાચ્ય–વાચકનું સ્વરૂપ, કે તે નામ ક્યારેય બદલાતા નથી.
નામનિષ્પન્ન નામ :| ८ से किं तं णामेणं ? णामेणं पिउपियामहस्स णामेणं उण्णामियए । से तं णामेणं । શબ્દાર્થ – પિતા,પિયામદત્ત = પિતામહના, નાને = નામથી, ૩vણાકિય = જે નામનું કથન કરાય તે.
ભાવાર્થ :- નામ ઉપરથી જે નામ નિષ્પન્ન થાય તે નામનિષ્પન્નનામ કહેવાય છે. જેમકે પિતા અથવા પિતામહના નામ ઉપરથી નિષ્પન્ન નામ, નામનિષ્પન્ન નામ કહેવાય છે.
વિવેચન :
લોક વ્યવહાર માટે કોઈનું નામકરણ કરવામાં આવ્યું, તે નામ ઉપરથી પુનઃ નવા નામની સ્થાપના થાય, તો તે નામનિષ્પન્નનામ કહેવાય. જેમ કોઈના પિતા કે પિતામહના નામ પરથી પુત્ર કે પૌત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે નામ નિષ્પન્ન નામ કહેવાય. પાંડુરાજાના પુત્ર પાંડવ(પાંડુપુત્ર) રૂપે પ્રખ્યાત થયા તો આ પાંડવનામ નામનિષ્પન્નનામ કહેવાય.
અવયવ નિષ્પન નામ :| ९ से किं तं अवयवेणं ? अवयवेणं
सिंगी सिही विसाणी, दाढी पक्खी खुरी णही वाली । दुपय चउप्पय बहुपय, णंगूली केसरी ककुही ॥८३॥ परियरबंधेण भडं जाणेज्जा, महिलियं णिवसणेणं ।
सित्थेण दोणपागं, कविं च एगाइ गाहाए ॥८४॥ से तं अवयवेणं। શબ્દાર્થ -રયરવા = પરિકર બંધન, કમર કસવાથી, વિશિષ્ટ રચનાયુક્ત વસ્ત્ર પહેરવાથી,