Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૪/નવ નામ – નવ કાવ્ય રસ
ભાવાર્થ :- શ્રૃંગારરસ રતિક્રીડાના કારણભૂત સાધનોના સંયોગની અભિલાષાનો જનક છે. મંડન, વિલાસ, વિબ્લોક, હાસ્ય, લીલા અને રમણ આદિ શ્રૃંગારરસના લક્ષણ છે.
શ્રૃંગારરસનું બોધક ઉદાહરણ– કામચેષ્ટાઓથી મનોહર કોઈ શ્યામા—સોળ વરસની તરુણી, નાની ઘૂઘરીઓથી મુરિત હોવાથી મધુર તથા યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિસૂત્રનું પ્રદર્શન કરે છે.
૨૪૩
વિવેચન :
શ્રૃંગાર રસને વર્ણવતી બે ગાથામાંથી પ્રથમ ગાથામાં મંડન વગેરે શ્રૃંગારરસના લક્ષણ બતાવી બીજી ગાથામાં તે ચેષ્ટાઓ, લક્ષણોથી યુક્ત યુવતીનું ઉદાહરણ આપ્યું છે.
અદ્ભુતરસ ઃ
૪
विम्हयकरो अपुव्वो व भूयपुव्वो व जो रसो होइ । सो हास-विसायुप्पत्ति, लक्खणो अब्भुओ णाम ॥ ६८ ॥ अब्भुओ रसो जहा
अब्भुयतरमिह एत्तो अण्णं किं अत्थि जीवलोगम्मि । जं जिणवयणेणऽत्था तिकालजुत्ता वि णज्जंति ॥६९॥
=
શબ્દાર્થ :- વિમ્ફયરો - વિસ્મયકારક, અપુષ્ત્રો - અપૂર્વ–પહેલા ક્યારે ય નહીં અનુભવેલ, મૂયપુષ્વો = અનુભવમાં આવેલ (કોઈ), હાલ-વિજ્ઞાયુત્તિ = હર્ષ અને વિષાદની ઉત્પત્તિ, અશ્રુઓળામ = અદ્ભુત નામનો, અમુયતરમ્ = અદ્ભુતતર, TE = આ, તો = એનાથી, અળ - અન્ય, િ અસ્થિ = શું છે ? નીવ તોમ્નિ = જીવલોકમાં, નં જે, બિવયમેળ = જિન વચનદ્વારા, તિાલગુત્તા = ત્રિકાલ યુક્ત પદાર્થને, પાન્ગતિ = જાણી લે છે.
=
=
ભાવાર્થ : પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનુ નામ અદ્ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્ભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ –
આ જીવલોકમાં તેનાથી અધિક અદ્ભુત બીજુ શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે.
રૌદ્રરસ ઃ
५
મયગળળવ-સદ્ધયા, ચિંતા-વ્હાલમુબળો । સમ્મોહ-સંમમ-વિસાય, મરગતિનો રસો રોદ્દો II૭૦॥