Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
|
| રર૯ ]
પ્રસન્ન = ઐશ્વર્યવાન, સેબાવચં સેનાપતિત્વ, ધ = ધન-ધાન્ય.
જાત ગુણિ = ગાનાર માણસો(ગાંધાર ગીતયુક્ત), વર્ષાવિત્તી = શ્રેષ્ઠ આજીવિકાવાળો, નાદિયા = કલાવિદમાં શ્રેષ્ઠ, કળામાં અધિક હોય, પણ = કાવ્યકાર, કર્તવ્યશીલ, સત્યપર+I = શાસ્ત્રોમાં પારંગત હોય છે.
સપિયા = શાનિક પક્ષીઓનો શિકાર કરનાર, વરિયા = વારિક–હરણોની હત્યા કરનાર, સોયારિયા = સૂવરનો શિકાર કરનાર, મછવધા = માછલીઓને પકડનાર.
રંડાના = ચાંડાલ રોદ્રકર્મ કરનાર, કુલ = મુષ્ટિ પ્રહાર કરનાર, નેતા = ધિક, અધમ. ભાવાર્થ :- આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
ષડજ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ-આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન. પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ફરી
ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધન-ધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનાસન વગેરે ભોગ સામગ્રી પ્રાપ્ત કરે છે. ll૩૩ll
ગાંધાર સ્વરમાં ગીત ગાનાર મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે. તે વાજિંત્રથી આજીવિકા ચલાવનાર હોય છે, કલાકારોમાં શ્રેષ્ઠ હોય, કવિ અથવા કર્તવ્યશીલ હોય, બુદ્ધિમાન-ચતુર તથા અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે. ૩૪
મધ્યમ સ્વરભાષી મનુષ્ય સુખજીવી હોય છે. પોતાની રુચિને અનુરૂપ ખાય છે, પીવે છે અને બીજાને આપે છે. રૂપા
પંચમ સ્વરવાળા પૃથ્વી પતિ, શૂરવીર, સંગ્રાહક અને અનેક ગણના નાયક હોય છે. llફા ધવત સ્વરવાળા પુરુષ કલહપ્રિય, શાનિક, વાગરિક, શૌકરિક અને મત્સ્યબંધક હોય છે.ll૩૭ll
નિષાદ સ્વરવાળા પુરુષ ચાંડાલ, વધિક, મુક્કાબાજ, ગોઘાતક, ચોર અને તેવા પ્રકારના અન્યઅન્ય પાપ કરનાર હોય છે. ૩૮ વિવેચન :
આ ગાથાઓમાં સાતે સ્વરવાળા વ્યક્તિના હાવભાવ, આચાર-વિચાર, વ્યવહાર, કુળ, શીલ, સ્વભાવનો બોધ કરાવ્યો છે. વ્યક્તિની પ્રવૃતિ તેના વચન વ્યવહારને અનુરૂપ હોય છે. અહીં બતાવેલ લક્ષણો અને સ્વરો પરસ્પર સંબંધિત છે અર્થાત્ તે તે સ્વરવાળા તેવા(ગાથા કથિત)લક્ષણોથી સંપન્ન હોય છે અથવા તે તે લક્ષણવાળાઓને ઉક્ત સ્વર હોય છે, તેમ સમજવું જોઈએ. વાસ્તવમાં ઉક્ત લક્ષણો એકાંતિક નથી પરંતુ પ્રાયિક(પ્રાયઃ કરીને) હોય છે.