Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૦ એક થી પાંચ નામ
__
૧૯૫ |
થવાથી, આ શબ્દો નિષ્પન્ન થયા છે માટે તે નિષ્પન્ન નામ કહેવાય છે.
(૨) લોપનિષ્પન્ન નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈ વર્ણ, અક્ષરનો લોપ થવાથી જે શબ્દ બને તે લોપનિષ્પન્ન નામ કહેવાય છે. તે+મત્ર અહીં સંધિના નિયમાનુસાર 'અ' નો લોપ થાય છે અને શબ્દ બને છે તેત્ર તે લોપનિષ્પન્ન નામ કહેવાય છે.
(૩) પ્રતિનિષ્પન્ન નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર ઘણીવાર બે સ્વર, વર્ષો પાસે આવવા છતાં સંધિ થતી નથી. જે પ્રયોગ જે સ્વરૂપે હોય તેમ જ રહે તો તેને પ્રકૃતિભાવ કહેવાય છે. જે શબ્દ પ્રયોગમાં પ્રકૃતિભાવ હોવાથી કોઈપણ પ્રકારનો વિકાર (પરિવર્તન) ન થાય પણ તે પ્રયોગ મૂળરૂપમાંજ રહે, તો તે પ્રકૃતિ નિષ્પન્ન નામ કહેવાય છે. જેમ કે સન-પત્તી = અહીં બે સ્વર પાસે આવ્યા છે પણ વ્યાકરણમાં તેને માટે દ્વિવચનમાં પ્રકૃતિ ભાવનું વિધાન છે માટે સંધિ ન થતા ' ની પી' શબ્દ જ રહે છે. એની પતી, ગ મ આ નામ પ્રકૃતિનિષ્પન્ન નામ કહેવાય છે. (૪) વિકારનિષ્પન્ન નામ -વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈવર્ણ, અક્ષર વર્ણાન્તર, બીજા અક્ષરરૂપે, પરિવર્તન પામે તો તે વિકાર કહેવાય છે. આવા વિકારથી જે નામ નિષ્પન્ન થાય તે વિકારનિષ્પન્ન નામ કહેવાય છે. એક વર્ણના સ્થાને બીજાવર્ણનો પ્રયોગ જે શબ્દમાં કરવામાં આવે તે વિકારનિષ્પન્ન નામ કહેવાય. += બંને 'અ'ની જગ્યાએ 'આ પ્રયોગ થાય છે. (સમાસ થવાથી 'હં નો લોપ થઈ જવાથી) રા+અw = દડાગ્ર. આ વિકાર નિષ્પન્ન નામ કહેવાય છે.
શબ્દ શાસ્ત્રની દષ્ટિએ કોઈપણ શબ્દ પ્રકૃતિ, વિકાર, લોપ કે આગમ આ ચારમાંથી કોઈ એક દ્વારા નિષ્પન્ન થાય છે. હિન્દુ-વિત્થ જેવા અવ્યુત્પન્ન નામ પણ શકટાયનના મતે વ્યુત્પન્ન છે અને આ ચાર નામમાંથી કોઈ એકમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ સૂત્રના ઉદાહરણમાં સંસ્કૃત શબ્દો છે. તે શબ્દો પરંપરાથી માન્ય છે છતાં અર્ધમાગધી શબ્દો કૌંસમાં આપ્યા છે.
પંચનામ
સર્વ શબ્દોનો પાંચ નામમાં સંગ્રહ :३२ से किं तं पंचणामे ?
पंचणामे पंचविहे पण्णत्ते, तं जहा- नामिक, नैपातिकं, आख्यातिकं, औपसर्गिकं, मिश्रं च । अश्व इति नामिकम्, खल्विति नैपातिकम्, धावतीत्याख्यातिकम्, परि इत्यौपसर्गिकम्, संयत इति मिश्रम् [णामियं णेवाइयं अक्खाइयं ओवसग्गियं मिस्सं । 'आस' त्ति णामियं, 'खलु'त्ति णेवाइयं, 'धावई' त्ति अक्खाइयं, 'परि' त्ति ओवसग्गियं 'संजय' त्ति मिस्सं] । से तं पंचणामे ।