Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૦/એક થી પાય નામ
૧૭૭ ]
પરિય:- જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત, પાંચ ઈન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહે છે. પૃથ્વીકાય:- પૃથ્વી જ જેનું શરીર હોય તેને પૃથ્વીકાય કહે છે. તે જ રીતે પાણી, અગ્નિ, આદિની વ્યાખ્યા પણ સમજી લેવી જોઈએ. સૂક્ષ્મ :- સૂક્ષ્મનામ કર્મના ઉદયથી જે જીવનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય, જે કોઈ પણ શસ્ત્રથી વ્યાઘાત ન પામે, તેથી હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, બાળ્યા બળે નહીં, ચર્મચક્ષુથી જે દેખાય નહીં તે જીવોને સૂક્ષ્મ કહે છે. પૃથ્વી આદિ પાંચે સ્થાવર જીવના સૂમ અને બાદર બે ભેદ થાય છે. બાદર – બાદર નામ કર્મના ઉદયથી જે જીવનું શરીર ધૂલ હોય, જે શસ્ત્રથી વ્યાઘાત પામે તેને બાદર કહે છે. જેમાંથી કેટલાક જીવોના શરીર દષ્ટિગોચર થાય અને કેટલાક જીવોના અસંખ્ય શરીર ભેગા થાય ત્યાર પછી દષ્ટિગોચર થાય છે. પર્યાતિ:- શક્તિ – આહારાદિ ગ્રહણ કરીને તેને શરીર, ઈન્દ્રિય આદિ રૂપે પરિણત કરવાની શક્તિને પર્યાપ્તિ કહે છે, પર્યાપ્તિના છ ભેદ છે. ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મનઃ પર્યાપ્તિ.
તેમાં એકેન્દ્રિય જીવને ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિ હોય છે. પર્યાપ્ત - જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય તેને પર્યાપ્ત કહે છે. અપર્યાપ્ત – જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય તેને અપર્યાપ્ત કહે છે. વિશેષિત અવિશેષિત જલચર :| ७ अविसेसिए पर्चेदियतिरिक्खजोणिए, विसेसिए जलयरपर्चेदियतिरिक्खजोणिए थलयरपर्चेदियतिरिक्खजोणिए खहयरपंचेदियतिरिक्खजोणिए य । ___अविसेसिए जलयरपर्चेदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिम जलयर पंचेदियतिरिक्खजोणिए य गब्भवक्कंतियजलयरपर्चेदियतिरिक्खजोणिए य ।
अविसेसिए सम्मुच्छिमजलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसम्मुच्छिमजलयरपर्चेदियतिरिक्खजोणिए य अपज्जत्तयसमुच्छिमजलयरपर्चेदियतिरिक्खजोणिए य ।
अविसेसिए गब्भवक्कंतियजलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्त- य गब्भवक्कंतिय जलयरपंचेंदियतिरिक्खजोणिए य अपज्जत्तयगब्भवक्कंतिय जलयरपंचेंदियतिरिक्खजोणिए य ।