Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૯
મળે છે. લેશ્યાઓના રસ બતાવ્યા ત્યાં કટુક રસનું પ્રથમ કથન છે અને તીખારસનું પછી કથન છે. જેમકે ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રથમ કૃષ્ણલેશ્યાનો કડવો રસ કહી, કડવા રસના ઉદાહરણો છે. તત્પશ્ચાત્ નીલલેશ્યાનો તીખોરસ કહી, તીખા રસવાળા પદાર્થોના ઉદાહરણ આપ્યા છે. આ કારણે તીખા રસવાળા પદાર્થોને ટુ અને કડવા રસવાળા પદાર્થોને તિખ્ત ગણવાનો ભ્રમ વ્યાખ્યા ગ્રંથોમાં થયો હોવો જોઈએ.
સ્પર્શનામ :
२२ से किं तं फासणा ? फासणामे अट्ठविहे पण्णत्ते, तं जहा- कक्खडफासणामे मउयफासणामे, गरुयफासणामे, लहुयफासणामे, सीयफासणामे, उसिणफासणामे, णिद्धफासणामे, लुक्खफासणामे । से तं फासणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- સ્પર્શનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ્પર્શનામના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પત્થર જેવો કર્કશ સ્પર્શ, (૨) માખણ જેવો કોમળ સ્પર્શ કે મૃદુસ્પર્શ, (૩) લોખંડ આદિ જેવો ભારે સ્પર્શ, (૪) આંકડાના રૂ જેવો હળવો સ્પર્શ, (૫) બરફ જેવો શીત, ઠંડો સ્પર્શ, (૬) અગ્નિ જેવો ઉષ્ણ—ગરમ સ્પર્શ, (૭) તેલ જેવો સ્નિગ્ધ-ચીકણો સ્પર્શ, (૮) રાખ જેવો રુક્ષ–લુખો સ્પર્શ. આ સ્પર્શનામનું સ્વરૂપ છે.
સંસ્થાનનામ :
२३ से किं तं संठाणणामे ? संठाणणामे पंचविहे पण्णत्ते, तं जहा- परिमंडल - संठाणणामे, वट्टसंठाणणामे, तंससंठाणणामे, चउरंससंठाणणामे, आयतसंठाणणामे। से तं संठाणणामे । से तं गुणणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન– સંસ્થાન નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સંસ્થાન નામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ચૂડી જેમ વચ્ચે ખાલી હોય તેવું પરિમંડલ સંસ્થાન, (૨) લાડવા જેવા આકારવાળું વૃત્ત સંસ્થાન, (૩) ત્રિકોણ આકારવાળું વ્યસસંસ્થાન (૪) ચોરસ આકારવાળું ચતુરસ સંસ્થાન (૫) લાંબુ-લંબચોરસ આકારવાળું આયત સંસ્થાન. આ સંસ્થાનનું સ્વરૂપ છે. આ રીતે ગુણનામનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
પુદ્દગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામના ગુણો રહેલા છે તેમજ તેને આકાર પણ હોય છે. (૧) જેના દ્વારા વસ્તુ અલંકૃત કરાય તે વર્ણ. તે આંખનો વિષય છે. વર્ણ એવું નામ તે વર્ણનામ. (૨) જે સૂંઘી શકાય તે ગંધ. તે નાકનો વિષય છે. (૩) જે આસ્વાદી શકાય તે રસ. તે જિàન્દ્રિયનો વિષય છે. (૪) જેનો