Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
૧૮૩ |
उवरिममज्झि- मगेवेज्जए उवरिमउवरिमगेवेज्जए । एतेसि पि सव्वेसि अविसेसिय विसेसिय- पज्जत्तय अपज्जत्तयभेया भाणियव्वा ____ अविसेसिए अणुत्तरोववाइए, विसेसिए विजयए वेजयंतए जयंतए अपराजियए सव्वट्ठसिद्धए । एतेसि पि सव्वेसिं अविसेसिय विसेसिय पज्जत्तयअपज्जत्तयभेया भाणियव्वा । ભાવાર્થ :- વૈમાનિકદેવ નામને અવિશેષ માનવામાં આવે તો કલ્પોપપન્ન અને કલ્પાતીત વિશેષનામ કહેવાય.
કલ્પપપન્નને જો અવિશેષનામ કહેવામાં આવે તો (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસાર, (૯) આણત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અર્ચ્યુત, તે વિશેષનામ કહેવાય. સૌધર્મ વગેરે પ્રત્યેકને જો અવિશેષ કહેવામાં આવે તો તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષ નામ કહેવાય.
જો કલ્પાતીત દેવનામ અવિશેષ માનવામાં આવે તો રૈવેયકવાસી દેવ અને અનુત્તરોપપાતિક દેવ વિશેષ નામ કહેવાય છે.
જો ગ્રેવેયક દેવને અવિશેષનામ કહેવામાં આવે તો અધસ્તન, મધ્યમ અને ઉપરિમ રૈવેયક વિશેષનામ કહેવાય.
જો અધસ્તન રૈવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો અધસ્તન–અધસ્તન, અધસ્તન મધ્યમ અને અધસ્તન ઉપરિમ રૈવેયક વિશેષનામ કહેવાય.
જો મધ્યમ ગ્રેવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો મધ્યમ અધસ્તન, મધ્યમ મધ્યમ અને મધ્યમ ઉપરિતન ગ્રેવેયક વિશેષનામ કહેવાય.
જો ઉપરિમ રૈવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો ઉપરિમઅધિસ્તન, ઉપરિમમધ્યમ અને ઉપરિમ ઉપરિમ રૈવેયક વિશેષનામ કહેવાય.
તે પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય.
જો અનુત્તરોપપાતિક દેવનામને અવિશેષ માનવામાં આવે તો (૧) વિજય, (ર) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ દેવ વિશેષનામ કહેવાય.
તે પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. વિવેચન :
દેવના ચાર ભેદ છે. અધોલોકના ભવનોમાં રહે તે ભવનપતિ કે ભવનવાસી દેવ કહેવાય છે.