Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
1;
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
એક આકાશ પ્રદેશને અનાનુપૂર્વી કહે છે.
બે આકાશ પ્રદેશને અવક્તવ્ય કહે છે.
ત્રણ-ચાર આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને આનુપૂર્વી કહે છે.
આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી, સુગમતાથી બોધ કરાવવા, ક્ષેત્રમાં પુદ્દગલ દ્રવ્યના ઉપચારથી ક્ષેત્રાનુપૂર્વીનો વિચાર કરવામાં આવે છે. પુદ્ગલ દ્રવ્યોનું ક્ષેત્ર આકાશ પ્રદેશ છે. જે પુદ્ગલ દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશના આધારે રહે—અવગાઢ થાય, તે તેનું ક્ષેત્ર કહેવાય છે.
પુદ્દગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત, અનંતપ્રદેશી સ્કન્ધમાં એવી અવગાહન શક્તિ છે કે તે એક, બે, ત્રણ વગેરે આકાશ પ્રદેશ પર અવગાહન કરી શકે છે. પરમાણુ એક આકાશ પ્રદેશ ઉપર રહે છે.
વિપ્રદેશી ધ એક અથવા બે આકાશ પ્રદેશને અવગાહે છે.
ત્રિપ્રદેશી સ્કંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશને અવગાહે છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી સંધ સુધીમાં જેટલા પ્રદેશી સ્કન્ધ હોય તે ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ સ્કન્ધમાં જેટલા પ્રદેશ હોય તેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે છે.
અનંત પ્રદેશી સ્કન્ધુ એક આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે માટે અનંતપ્રદેશી સ્કન્ધે અનંત આકાશ પ્રદેશને અવગાહી શકતા
નથી. પુદ્ગલ દ્રવ્યના ઉપચારથી ક્ષેત્રાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરેની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે.
એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય અનાનુપૂર્વી છે.
બે પ્રદેશાવગાઢ પુદ્દગલ દ્રવ્ય અવક્તવ્ય છે.
ત્રણ–ચારથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યો આનુપૂર્વી છે.
ક્ષેત્ર અપેક્ષાથી
દ્રવ્ય ઉપચારથી
એક આકાશ પ્રદેશ
એક પ્રદેશાવગાઢ પુદ્દગલ દ્રવ્ય
બે આકાશ પ્રદેશ
બે પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય
ત્રણથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશ
ત્રણ પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય.
વ્યાખ્યા
૧. અનાનુપૂર્વી
૨. અવક્તવ્ય
૩. આનુપૂર્વી
એકવચન અને બહુવચનથી છ અર્ધપદોની પ્રરૂપણા અહીં કરવામાં આવી છે.
ત્રિપ્રદેશાવગાઢ સ્કન્ધ આનુપૂર્વી છે અને અનેક ત્રિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક આનુપૂર્વી છે.