Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
पडुच्च सव्वद्धा ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होंति ? एगदव्वं पडुच्च अजहण्णमणुक्कोसेणं एक्कं समयं णाणादव्वाइं पडुच्च सव्वद्धा ।
૧૪૯
णेगमववहाराणं अवत्तव्वयदव्वाइं कालओ केवचिरं होंति ? एगं दव्वं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया, णाणादव्वाइं पडुच्च सव्वद्धा। ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વીરૂપે કેટલો કાળ રહે છે ? અર્થાત્ તેની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે.
પ્રશ્ન– નૈગમ વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય-અનુત્કૃષ્ટ સ્થિતિ એક સમયની અને અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે.
પ્રશ્ન– નૈગમ વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્યની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ બે સમયની છે અને
અનેક દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે.
વિવેચન :
આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિનું વર્ણન છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વીરૂપે જેટલો સમય રહે તે કાલમર્યાદાને સ્થિતિ કહે છે.
કાલની અપેક્ષાએ જઘન્ય ત્રણ સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને જ કાલાનુપૂર્વી કહે છે. તેથી તેની સ્થિતિ તે પ્રમાણે જ સંભવિત છે.
એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અવક્તવ્ય કહ્યા છે. તે બંનેમાં એક જ સ્થિતિ સ્થાન છે. તેથી તેની અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ એક અને બે સમયની છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એવી બે પ્રકારની સ્થિતિ સંભવિત નથી.
અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય દ્રવ્ય સર્વકાળમાં હોય છે. એક પણ સમય એવો ન હોય કે જ્યારે આ ત્રણે દ્રવ્ય ન હોય. તેથી તેની સ્થિતિ સર્વદ્વા—સર્વકાલની કહી છે.