Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
|
| ૧૨૯ ]
જાણવું.
આ રીતે સંગ્રહનય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં સંગ્રહનય સંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના અતિદેશ દ્વારા ક્ષેત્રાનુપૂર્વીના વર્ણનનો સંકેત કર્યો છે. કોઈ પ્રતોમાં દ્રવ્યાનુપૂર્વી સદશ સૂત્રપાઠ આ સૂત્રમાં જોવા મળે છે. અહીં તે સૂત્રપાઠ ન આપતા દ્રવ્યાનુપૂર્વીથી જાણવાનો સંક્ત કર્યો છે. હવે ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન સૂત્રકાર શરૂ કરે છે. ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી :२० से किं तं ओवणिहिया खेत्ताणुपुव्वी ? ओवणिहिया खेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुव्वी, पच्छाणुणुव्वी, अणाणुपुव्वी । ભાવાર્થ - પ્રશ્ન-ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી. २१ से किं तं पुव्वाणुपुवी ? पुव्वाणुपुव्वी- अहोलोए, तिरियलोए, उड्डलोए, । से तं पुव्वाणुपुव्वी। ભાવાર્થ - પ્રશ્ન- પૂર્વાનુપૂર્વી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) અધોલોક, (૨) તિર્યમ્ લોક (૩) ઉર્ધ્વલોક. આ ક્રમથી ક્ષેત્ર-લોકનો નિર્દેશ કરવો તેને પૂર્વાનુપૂર્વી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી કહે છે. | २२ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- उड्डलोए, तिरियलोए, अहोलोए । से तं पच्छाणुपुव्वी। ભાવાર્થ - (૧) ઉર્વલોક, (૨) તિર્થ લોક (૩) અધોલોક, આવા વિપરીત ક્રમથી ક્ષેત્રનું કથન કરવું તેને પશ્ચાનુપૂર્વી કહે છે.
२३ से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए तिगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से त अणाणुपुव्वी ।