Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ક્ષેત્રાનપૂર્વી
.
૧૨૫ ]
વિવક્ષિત આકાશપ્રદેશમાં અવગાઢ થાય તો એક સમયનું જઘન્ય અંતર કહેવાય. તે જ આનુપૂર્વી દ્રવ્ય અન્ય ક્ષેત્રમાં અસંખ્યાત કાળ સુધી અવગાઢ રહી પછી તે જ દ્રવ્ય અથવા અન્ય દ્રવ્ય સાથે સંયુક્ત થઈ પુનઃ ત્રણાદિ વિવક્ષિત આકાશપ્રદેશમાં અવગાહિત થાય તો અસંખ્યાત કાળનું અંતર કહેવાય.
દ્રવ્યાનુપૂર્વીમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનંતકાળનો છે. વિવક્ષિત દ્રવ્ય કરતાં અન્ય દ્રવ્ય અનંત છે તેથી વિવક્ષિત દ્રવ્ય અન્ય દ્રવ્યો સાથે ક્રમથી સંયોગ પામી પુનઃ પોતાનું પ્રથમ સ્વરૂપ પ્રાપ્ત કરે તેમાં અનંતકાળ પસાર થઈ જાય છે. ક્ષેત્રાનુપૂર્વીમાં વિવક્ષિત અવગાહન ક્ષેત્રથી અન્ય ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે પ્રાપ્તિસ્થાનમાં અવગાહન કરી પ્રથમના અવગાહન ક્ષેત્રને પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ જ પસાર થાય છે. તેથી ક્ષેત્રાનુપૂર્વીમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે.
આનુપૂર્વીદ્રવ્યો હંમેશાંવિધમાન જ હોય છે તેથી અનેકદ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ જ રીતે અંતર સમજવું. આ સૂત્રમાં પ્રશ્ન આનુપૂર્વી દ્રવ્યથી પૂછ્યો છે પણ ત્રણેનો ઉત્તર એક સમાન હોવાથી 'તિનિ' પદ દ્વારા ત્રણેનો ઉત્તર એક સાથે આપ્યો છે.
ભાગ :
|१६ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं सेसदव्वाणं कइभागे होज्जा ? तिण्णि वि जहा दव्वाणुपुव्वीए । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ છે?
ઉત્તર- ત્રણે દ્રવ્યોનું કથન દ્રવ્યાનુપૂર્વી પ્રમાણે જાણવું.
વિવેચન :
આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વ પ્રમાણે ક્ષેત્રાનુપૂર્વેમાં જાણવાનું વિધાન છે. આશય એ છે કે આનુપૂર્વ દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોના અસંખ્યાત ભાગોરૂપ છે અર્થાત્ આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગો અધિક છે અને શેષ બંને દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ (ન્યૂન) છે.
આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ્ય કરતાં વધુ છે. તેવા શાસ્ત્રના વચનમાં શંકા કરતા જિજ્ઞાસુના મનમાં પ્રશ્ન થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્ય એક પ્રદેશ પર સ્થિત છે. અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ પર સ્થિત અને આનુપૂર્વીદ્રવ્યો તો ત્રણ વગેરે પ્રદેશ પર સ્થિત છે અને ત્રણ ત્રણ, ચાર–ચાર પ્રદેશોના ઝુમખા આખા લોકમાં છે. તેથી સૌથી થોડા આનુપૂર્વી દ્રવ્ય થવા જોઈએ. તે આ પ્રમાણે કે લોકમાં આકાશના અસંખ્યાત પ્રદેશ છે. અસત્કલ્પનાથી લોકના અસંખ્યાત પ્રદેશોને ૩૦ માની લઈએ તો એક-એક