Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોપ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપકમનોનિક્ષેપ
1
|
8 |
ચાર દ્વારોનો પરિચય આ પ્રમાણે છે
(૧) ઉપક્રમ :- વસ્તુને નિક્ષેપયોગ્ય બનાવવાની રીતને ઉપક્રમ કહે છે અથવા જે વચન દ્વારા વસ્તુ નિક્ષેપ યોગ્ય બને અથવા વિનીત શિષ્યના જે વિનયાદિ ગુણોથી વસ્તુ નિક્ષેપ યોગ્ય બને તે ઉપક્રમ કહેવાય છે.
(૨) નિક્ષેપ - નિક્ષેપ એટલે ન્યાસ, રાખવું કે સ્થાપન કરવું. નામ, સ્થાપના, દ્રવ્ય વગેરે ભેદોથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું તે નિક્ષેપ કહેવાય છે. જેમાં અથવા જેના વડે વસ્તુમાં નિક્ષેપ કરાય, વસ્તનું પ્રતિપાદન કરાય તે નિક્ષેપ. એક શબ્દના અનેક અર્થ થતાં હોય તેમાંથી અપ્રસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થમાં વસ્તુનું સ્થાપન કરવું તેનું નામ છે નિક્ષેપ. દા.ત. 'મહાવીરને આ પેન આપો' આ વાક્યમાં ભગવાન મહાવીરની વાત નથી. મહાવીરની પ્રતિમાની વાત નથી પણ મહાવીર નામ ધારક બાળકને પેન આપવાની વાત છે. અહીં 'નામ મહાવીર' ઈષ્ટ છે. તેથી તે પ્રસ્તુત છે, સ્થાપના મહાવીર, દ્રવ્ય મહાવીર આ અર્થ અપ્રસ્તુત છે, તેનું નિરાકરણ કરી, નામ મહાવીર ગ્રહણ કરાય છે. અનેક અર્થમાંથી પ્રસ્તુત અર્થમાં વસ્તુને સ્થાપવાનું કાર્ય નિક્ષેપનું છે. (૩) અનુગમ – સૂત્રનો અનુકૂળ અર્થ કરવો તે છે અનુગમ અથવા સૂત્રને અનુકૂળ-યોગ્ય અર્થ સાથે જોડવા તે છે અનુગમ. (૪) નય :- પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. વસ્તુમાં અનંત ગુણો છે. તે અનંત ધર્મોમાંથી શેષ ધર્મોને ગૌણ કરી મુખ્યરૂપે એકને ગ્રહણ કરે તે નય.
અનુયોગના ચાર દ્વારા
ઉપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય.
નિક્ષેપ યોગ્ય વસ્તુમાંજ નિક્ષેપ કરી શકાય. વસ્તુને નિક્ષેપ યોગ્ય બનાવવાનું કાર્ય ઉપક્રમ કરે છે તેથી સર્વપ્રથમ ઉપક્રમ અને ત્યાર પછી નિક્ષેપનો નિર્દેશ કર્યો છે. નામાદિ રૂપે નિક્ષિપ્ત વસ્તુ જ અનુગમનો વિષય બને છે, તેથી નિક્ષેપ પછી અનુગમનું કથન કર્યું છે. અનુગમથી જાણેલી વસ્તુ જ નયો દ્વારા વિચારણીય બને છે, તેથી અનુગમ પછી નયનું કથન કર્યું છે. ઉપક્રમના નિક્ષેપાત્મક છ ભેદ :| २ से किं तं उववक्कमे ? उवक्कमे छव्विहे पण्णत्ते, तं जहा- णामोवक्कमे ठवणोवक्कमे, दव्वोवक्कमे, खेत्तोवक्कमे, कालोवक्कमे, भावोवक्कमे । ભાવાર્થ :- પ્રશ્ન- ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?