Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી |
| [ ૮૭ ]
(૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, () ભાવ (૯) અલ્પ બહુત્વ.
વિવેચન :
નૈગમ વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનો અંતિમ ભેદ અનુગમ છે. સૂત્રને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાન કરવાની વિધિને અનુગમ કહે છે અથવા સૂત્ર વાંચ્યા પછી તેનું વ્યાખ્યાન કરવું, તે અનુગમ છે. તે અનુગામના સત્પદ પ્રરૂપણા વગેરે નવ દ્વાર છે. (૧) સત્પદ પ્રરૂપણા - વિદ્યમાન પદાર્થ વિષયક પદની પ્રરૂપણાને સત્પદ પ્રરૂપણા કહે છે. જેમ કે આનુપૂર્વી વગેરે દ્રવ્ય સત્ પદાર્થના વાચક છે, અસત્ પદાર્થના નહીં. તેવી પ્રરૂપણાને સત્પદ્ પ્રરૂપણા કહે છે. (૨) દ્રવ્યપ્રમાણ :- દ્રવ્યની સંખ્યાનો વિચાર તે દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આનુપૂર્વી શબ્દ દ્વારા કથિત દ્રવ્ય કેટલા છે, તેની વિચારણા કરવી તે દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. (૩) ક્ષેત્ર - દ્રવ્યનું આધારભૂત ક્ષેત્રને દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે તે ક્ષેત્ર કહેવાય છે. સૂચિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે? તે વિચારવું. (૪) સ્પર્શના – આનુપૂર્વી વગેરે દ્રવ્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્ર સ્પર્શના કહેવાય છે. ક્ષેત્રમાં માત્ર આધારભૂત આકાશ જ ગ્રહણ કરવામાં આવે છે જ્યારે સ્પર્શનામાં આધેય દ્વારા સ્પર્શિત ચારેદિશા અને ઉપર-નીચેના આકાશ પ્રદેશ પણ ગ્રહણ કરવામાં આવે છે. જેમ કે એક પરમાણુનું ક્ષેત્ર એક આકાશ પ્રદેશ કહેવાય છે કારણ કે તે એક આકાશપ્રદેશના આધારે રહે છે પણ તેની સ્પર્શના સાત આકાશ પ્રદેશની કહેવાય. ચાર દિશાના ચાર આકાશ પ્રદેશ, ઉર્ધ્વ–અધોદિશાના એક–એક આકાશ પ્રદેશ અને સ્વઆધારભૂત ક્ષેત્રનો એક પ્રદેશ, આ રીતે પરમાણુની સ્પર્શના સાત પ્રદેશની કહેવાય. (૫) કાળ – આનુપૂર્વી વગેરે દ્રવ્યની સ્થિતિ–કાળમર્યાદા તે કાળ. (ઈ અંતર :- વિરહકાળ, વિવક્ષિત પર્યાયના પરિત્યાગ પછી ફરી તે પર્યાયની પ્રાપ્તિ થાય, તે વચ્ચેનો જે સમય ગાળો તે અંતર કહેવાય છે. (૭) ભાગ – આનુપૂર્વી વગેરે દ્રવ્ય બીજા દ્રવ્યના કેટલામાં ભાગ હોય છે? તેની વિચારણા તે ભાગદ્વાર. (૮) ભાવદ્રાર – આનુપૂર્વી વગેરે દ્રવ્ય કયા ભાવમાં છે? (૯) અલ્પબદુત્વઃ-ન્યૂનાધિક્તા. દ્રવ્ય-પ્રદેશ–તદુભયના આધારે આ આનુપૂર્વી દ્રવ્યની અલ્પાયિક્તા, તે અલ્પબદુત્વ કહેવાય છે. સત્પદપ્રરૂપણા :|१६ णेगम-ववहाराणं आणुपुत्वीदव्वाई किं अत्थि णत्थि ? णियमा अस्थि ।