Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પચમું પ્રકરણ / અનૌપનિરિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૯૭ |
ભાળિયજ્ઞાન = કથન કરવું. ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં વર્તે છે? (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક કે (૬) સાન્નિપાતિક ભાવમાં હોય
ઉત્તર– સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમા સાદિ પારિણામિક ભાવમાં હોય છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ જાણવું અર્થાત્ તે પણ સાદિ પારિણામિક ભાવમાં વર્તે છે.
વિવેચન :
આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો કયા ભાવમાં સમાવેશ થાય તે પ્રશ્ન કરતાં સૂત્રકારે ઔદયિકાદિ છ ભાવોનો ઉલ્લેખ કર્યો છે. ઔદયિકાદિ ચાર ભાવ કર્મ સંબંધિત ભાવો છે અને પારિણામિક ભાવ સહજ પરિણમન જન્ય છે. કર્મના ઉદયથી પ્રાપ્ત અવસ્થા ઔદયિક ભાવ કહેવાય છે. કર્મના ઉપશમથી પ્રાપ્ત અવસ્થા ઔપશમિક ભાવ, કર્મના ક્ષયથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયિક ભાવ અને કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. પાંચ ભાવના સંયોગને સાન્નિપારિક કહેવામાં આવે છે. કર્મ સંબંધિત આ ભાવો જીવને જ સંભવે છે. આનુપૂર્વી વગેરેમાં પુદ્ગલદ્રવ્યની જ વાત છે માટે તેમાં ઔદયિકાદિ ભાવ હોતા જ નથી. પુદ્ગલ દ્રવ્યમાં એક પારિણામિક ભાવ જ હોય છે.
દ્રવ્યમાં, પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના, જે પરિણમન થયા કરે છે, તે પરિણામ કહેવાય છે અને તે પરિણામ જ પારિણામિકભાવ છે અથવા પરિણમનથી જે નિષ્પન્ન થાય તે પારિણામિક ભાવ કહેવાય છે. તે પારિણામિક ભાવ સાદિ અને અનાદિના ભેદથી બે પ્રકારના છે. ધર્માસ્તિકાય વગેરેમાં સ્વભાવ થી જે પરિણમન અનાદિકાળથી થયા કરે છે તે અનાદિ પારિણામિક ભાવ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે સાદિ પારિણામિક છે. મેઘ ધનુષ્ય, મેઘ વગેરેનું પરિણમન અનાદિ નથી પણ સાદિ છે. મુગલોનું પરિણમન ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત કાળ સુધી જ રહે છે. પુદ્ગલ દ્રવ્યમાં પરિણમન સાદિ છે માટે આનુપૂર્વી વગેરે દ્રવ્યમાં આનુપૂર્વીત્વ-અનાનુપૂર્વીત્વ અને અવક્તવ્યસ્વરૂપ પરિણમન સાદિ પારિણામિક છે.
અલ્પબદુત્વ :२४ एएसि णं भंते! णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणं अणाणुपुव्वीदव्वाणं अवत्तव्वयदव्वाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाइं णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ठयाए,