Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રથમ પ્રકરણ/આવશ્યકેનિક્ષેપ
[૩૧]
એક જ પ્રકારનો છે જ્યારે પ્રવૃત્તિ રૂપ નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે.
કુપાવચનિક ભાવાવશ્યક :२५ से किं तं कुप्पावयणियं भावावस्सयं ?
कुप्पावयणियं भावावस्सयं जे इमे चरग-चीरिय जाव पासंडत्था इज्जंजलि-होम-जप्प-उंदुरुक्क-णमोक्कारमाइयाइं भावावस्सयाइं करेंति । से तं कुप्पावयणियं भावावस्सयं ।। શબ્દાર્થ – વિવર્સ = ભાવાવશ્યક, રૂક્યું = ઈજ્યા-યજ્ઞ, અંત્તિ = અંજલિ-પાણીની અંજલિ, ઈજ્યાંજલિ એટલે યજ્ઞ અને તે નિમિત્તે જલધારા કરવી અથવા ઈજ્યા એટલે પૂજા, ગાયત્રી આદિના પાઠ પૂર્વક બ્રાહ્મણ દ્વારા કરાતી સંધ્યોપાસના અને અંજલિ એટલે હાથ જોડી નમસ્કાર અથવા ઈજ્યા એટલે માતા-પિતા વગેરે ગુરુજનો-વડીલોને અંજલી એટલે નમસ્કાર કરવા, હોમ = હોમ, હવન, નખ = જાપ, ૩૬૬ = ધૂપ પ્રક્ષેપ અથવા ઉત્ત્વ એટલે મુખ, રુક્ક એટલે બળદ જેવો અવાજ–બળદ જેવો ધ્વનિ કરવો, મોજ®$= નમસ્કાર વંદન, સારું = આદિ, વગેરે, ભાવાવરૂયાડું = ભાવાવશ્યક, તિ= કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન-કુપ્રવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ચરક, ચીરિકથી લઈ પાખંડસ્થ સુધીના કુપ્રાવચનિકો (સૂ.૧૯ પ્રમાણે) ઈજ્યા-યજ્ઞ, અંજલિ, હોમ-હવન, જાપ, ધૂપપ્રક્ષેપ અથવા બળદ જેવો ધ્વનિ, વંદના વગેરે ભાવાવશ્યક કરે છે, તે કુઝાવચનિક ભાવ આવશ્યક છે.
વિવેચન :
મિથ્યાશાસ્ત્રને માનનાર ચરક, ચીરિક વગેરે પ્રાવચનિક છે. તેઓ નિશ્ચિત સમયે, નિયમિતરૂપે યજ્ઞાદિ આવશ્યક ક્રિયા કરે છે. તે ક્રિયાઓમાં ઉપયોગ અને શ્રદ્ધા હોવાથી તેમાં ભાવરૂપતા છે, તે યજ્ઞાદિ ક્રિયાઓ જ્ઞાનરૂપ ન હોવાથી નોઆગમથી છે. આ રીતે કુઝાવચનિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ જાણવું. લોકોત્તરિક ભાવાવશ્યક :२६ से किं तं लोगोत्तरियं भावावस्सयं ?
लोगोत्तरियं भावावस्सयं जण्णं इमं समणे वा समणी वा सावए वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए अण्णत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं