Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૮
|
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શધ્યાગત, સંસ્તારકગત અથવા સિદ્ધશિલા-તપોભૂમિગત શરીરને જોઈ, કોઈ કહે, અહો! આ શરીરરૂપ પરિણત પુગલ સંઘાત દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુરૂપ 'શ્રુત પદની ગુરુ પાસેથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્યરૂપે પ્રજ્ઞાપિત, વિશેષ રૂપે પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું. તેનું આ મૃત શરીર જ્ઞાયક શરીર દ્રવ્યાકૃત છે. પ્રશ્ન-તેને માટે કોઈ દષ્ટાંત છે? હા, કોઈ ઘડામાં ઘી કે મધ ભરતા હોય, તે કાઢી લીધા પછી પણ તે ઘડાને આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે, તેમ કહેવામાં આવે તેમ. નિર્જીવશરીર ભૂતકાલીન શ્રુતપર્યાયના આધારરૂપ હોવાથી તે જ્ઞાયકશરીર દ્રવ્યશ્રત કહેવાય છે.
ભવ્યશરીર દ્રવ્યહ્યુત :| ८ से किं तं भवियसरीरदव्वसुयं ?
भवियसरीरदव्वसुयं-जे जीवे जोणीजम्मण-णिक्खंते इमेणं चेव सरीर समुस्सएणं आदत्तएणं जिणोवइटेणं भावेणं सुए त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ । जहा को दिटुंतो? अयं मधुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ, से तं भवियसरीरदव्वसुयं । ભાવાર્થ - પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સમય થતાં જે જીવે યોનિને છોડી જન્મને ધારણ કર્યો છે, તેવા બાળકાદિના પ્રાપ્ત શરીર સંઘાત દ્વારા ભવિષ્યમાં જિનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યો નથી; તેવા તે જીવનું તે શરીર ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહેવાય છે. પ્રશ્ન- તે માટે કોઈ દષ્ટાંત છે? જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવામાં આવશે પરંતુ વર્તમાનમાં ભર્યું નથી, છતાં તેના માટે 'આ ઘીનો ઘડો છે' આ મધનો ઘડો છે' તેમ કહેવામાં આવે છે. તેમ ભવિષ્યમાં આ શરીરથી શ્રુતપદને ભણશે, તેને વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહે છે. તેનું સર્વ વિવરણ દ્રવ્યઆવશ્યક પ્રમાણે જાણવુ. જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યચુત :| ९ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्तं दव्वसुयं ? जाणयसरीर भवियसरीरव इरित्तं पत्तयपोत्थयलिहियं । શબ્દાર્થ – પત્તા = પત્રો-તાડપત્રો, પોસ્થય = પત્રોના સમૂહરૂપ પુસ્તકમાં, તિદિર = લખેલું જ શ્રુત તે.
ભાવાર્થ - પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર- તાડપત્રો કે પત્રોના સમૂહરૂપ પુસ્તકમાં લિખિત શ્રુત જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત