Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
આ સુત્રમાં "શ્રતના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તેમાં શબ્દભેદ છે પણ અર્થ ભેદ નથી. છતાં વ્યુત્પત્તિની અપેક્ષાએ આ રીતે અર્થ થઈ શકે છે.
(૧) શ્રત - ગુરુ પાસેથી સાંભળવાના કારણે તે શ્રત છે. (૨) સૂત્ર:- અર્થોની સૂચના મળવાના કારણે તેનું નામ સૂત્ર છે. (૩) ગ્રંથ :- તીર્થકરરૂપી કલ્પવૃક્ષના, વચનોરૂપી પુષ્પોનું તેમાં ગ્રથન હોવાથી તે ગ્રંથ છે. (૪) સિદ્ધાન્ત - પ્રમાણસિદ્ધ અર્થને પ્રગટ કરનાર છે માટે તે સિદ્ધાન્ત છે. (૫) શાસન – શિખામણ આપનાર હોવાથી તથા મિથ્યાત્વીને શાસિત, સંયમિત કરનાર હોવાથી શાસન છે. વૃત્તિમાં શાસનના સ્થાને પ્રવચન શબ્દ છે. પ્રશસ્ત, પ્રધાન, શ્રેષ્ઠ, પ્રથમ વચન હોવાથી તે પ્રવચન છે. () આજ્ઞા :- મુક્તિ માટે આજ્ઞા આપનાર અથવા મોક્ષમાર્ગ પ્રદર્શક હોવાથી તે આજ્ઞા કહેવાય છે. (૭) વચન - વાણી દ્વારા પ્રગટ કરાય છે માટે વચન. (૮) ઉપદેશ - ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃતિનો ઉપદેશ (શિક્ષા) આપનાર હોવાથી તેને ઉપદેશ કહે છે. (૯) પ્રજ્ઞાપના :- જીવાદિ પદાર્થનું યથાર્થ પ્રરૂપણ કરનાર છે માટે પ્રજ્ઞાપના કહેવાય છે. (૧૦) આગમ - આચાર્ય પરંપરાથી આવે છે તેથી અથવા આખુ વચન રૂપ હોવાથી આગમ કહેવાય
સુર્વ વિસ્તાર (સૂ. ૭) આ પ્રતિજ્ઞા વાક્યાનુસાર શ્રુતનું નિક્ષેપ પૂર્ણ થાય છે.
'
પ્રકરણ-ર સંપૂર્ણ || |