Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦ |
શ્રી અયોગવાર સૂત્ર
अणुवउत्ते भवइ ? से तं आगमओ दव्वखंधे । ભાવાર્થ :- પ્રશ્ન– આગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેણે 'સ્કન્ધ' પદ ગુરુ પાસેથી શીખ્યું છે, સ્થિત કર્યું છે, જિત-મિત કર્યું છે. યાવત્ નિગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા આગમથી એક દ્રવ્ય સ્કન્ધ છે, બે અનુપયુક્ત આત્મા આગમથી બે દ્રવ્ય સ્કન્ધ અને ત્રણ અનુપયુક્ત આત્મા આગમથી ત્રણ દ્રવ્ય સ્કન્ધ છે. તે જ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્યસ્કન્ધ જાણવા.
વ્યવહારનય પણ નૈગમનયની જેમ એક, અનેક જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્ય સ્કન્ધનો સ્વીકાર કરે છે.
સંગ્રહનય એક કે અનેક અનુપયુક્ત આત્માને એક જ દ્રવ્યસ્કન્ધ રૂપે સ્વીકારે છે.
ઋજુસૂત્ર નયના મતે એક અનુપયુક્ત આત્મા એક આગમથી દ્રવ્યસ્કન્ધ છે, તે વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુ ને જ સ્વીકારે છે. તે ભેદોને કે બહુવચનને સ્વીકારતું નથી.
ત્રણે શબ્દનો અનુપયુક્ત જ્ઞાતાને અવસ્તુ-અસત્ માને છે. તેઓના મતે જે જ્ઞાયક હોય તે અનુપયુક્ત હોય જ નહીં અને જો અનુપયુક્ત હોય તો જ્ઞાયક કહેવાય નહીં.આ આગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. વિવેચન :
આ સૂત્રમાં આગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ અને નયો દ્વારા આગમથી દ્રવ્યસ્કન્ધનો વિસ્તૃત ઉલ્લેખ છે. આ સંપૂર્ણ વર્ણન આગમથી દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવું. પાઠને સંક્ષિપ્ત કરવા પ્રથમ પ્રકરણ સૂ.૧૨ ના પાઠને અહીં ગ્રહણ કરવાનું સૂચન સૂત્રકારે 'નાવ' શબ્દથી કર્યું છે.
નોઆગમથી દ્રવ્યસ્કન્ધ :| ६ से किं तं णोआगमओ दव्वखंधे ? णोआगमओ दव्वखंधे तिविहे पण्णत्ते, तंजहा- जाणगसरीरदव्वखंधे, भवियसरीरदव्वखंधे, जाणगसरीरभवियसरीरवइरित्ते
બધે | ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમથી દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, જ્ઞાયકશરીરદ્રવ્યસ્કન્ધ, ભવ્ય શરીરદ્રવ્યસ્કન્ધ અને ઉભયવ્યતિરિક્તદ્રવ્યસ્કન્ધ.