Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
ઈદ્રિય અને કષાયાદિ ભાવશત્રુ સર્વપ્રકારે જેના દ્વારા વશ કરાય તે આવશ્યક. (૪) મુનશૂન્યમાત્માનમ્ -તમત્તાત્ વસતિ ગુરિત્યાવાસમ્ | ગુણશૂન્ય આત્માને સર્વાત્મના ગુણોથી જે વાસિત કરે તે આવક (આવશ્યક) 'આવસ્મય' શબ્દની સંસ્કૃત છાયા 'આવાસર્ક' પણ થાય છે. આવાસકનો અર્થ છે વાસિત કરનાર,
આ સૂત્રમાં આવશ્યકના ચાર પ્રકાર બતાવ્યા છે. તે નિક્ષેપ અનુસાર ચાર પ્રકાર છે. નિક્ષેપના ઓછામાં ઓછા ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંક્ષેપમાં ચાર નિક્ષેપ :(૧) નામ નિક્ષેપ - કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનું ગુણાદિની અપેક્ષા રાખ્યા વિના નામ રાખવું. જેમ કે કોઈ બાળકનું નામ ઈન્દ્ર રાખવામાં આવે અને તે વ્યક્તિને ઈન્દ્ર કહીએ, તે નામ ઈન્દ્ર કહેવાય.
(૨) સ્થાપના નિક્ષેપ:- પ્રતિમા, ચિત્ર, લાકડા વગેરેમાં તે આકાર રૂ૫ અથવા ચોખા વગેરેમાં આકાર વિના જે સ્થાપના કરાય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમ કે પ્રતિમામાં 'આ ઈન્દ્ર છે' તેમ સ્થાપવું. પ્રતિમાને ઈન્દ્ર કહેવો તે સ્થાપના નિક્ષેપ છે.
૩) દ્રવ્ય નિક્ષેપ:- જીવ–અજીવની ભૂતકાલીન અવસ્થા અથવા ભવિષ્યકાલીન અવસ્થાનું વર્તમાનમાં કથન કરાય તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. જે સાધુ, આ મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી ઈન્દ્ર બનવાના હોય તે સાધુને ઈન્દ્ર કહેવા અથવા ઈન્દ્ર પર્યાય પૂર્ણ કરી મનુષ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને ઈન્દ્ર કહેવામાં આવે, તે દ્રવ્ય ઈન્દ્ર કહેવાય.
દ્રવ્ય નિક્ષેપમાં જે પદ(શબ્દ)ઉપર નિક્ષેપ ઉતારવા હોય તે પદના જ્ઞાન-જ્ઞાતાના આધારે બે ભેદ કરવામાં આવે છે. (૧) આગમતઃ દ્રવ્ય નિક્ષેપ અને (૨) નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપ. આગમતઃ દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞાનાપેક્ષયા કથન હોય છે તે જ્ઞાનમાં જ્ઞાતાનો ઉપયોગ હોતો નથી માટે તે આગમતઃ દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. 'અનુપયો વ્ય' અનુયોગ તે દ્રવ્ય.
નોઆગમતઃ દ્રનિક્ષેપમાં 'નો' પદ સર્વથા નિષેધ અર્થમાં છે. તેનું તાત્પર્ય છે– જ્ઞાનાભાવની અપેક્ષા આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ અથવા પ્રવૃત્યપેક્ષમા આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ. નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપના ત્રણ ભેદ કરવામાં આવે છે. (૧) જ્ઞાયકશરીરનોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૨) ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૩) તવ્યતિરિક્ત (જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત અથવા ઉભયશરીર વ્યતિરિક્ત) નોઆગમથી દ્રવ્યનિક્ષેપ. અહીં બે ભેદમાં જ્ઞાનાભાવની અપેક્ષા છે અને ત્રીજા ભેદમાં પ્રવૃત્યપેક્ષા નિક્ષેપ છે. (૧) શાયકશરીરનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ - જેણે ભૂતકાળમાં તે તે પદના અર્થને જાણ્યો હોય, તેવા જ્ઞાતાનું વર્તમાનમાં મૃતક શરીર પડ્યું હોય, તેને તે નામથી સંબોધિત કરવું. જેમ કે 'ઈન્દ્ર' પદના અર્થને જાણનાર કોઈ વ્યક્તિના મૃત શરીરને 'ઈન્દ્ર' કહે તો તે જ્ઞાયકશરીરનોઆગમદ્રવ્યથી ઈન્દ્ર કહેવાય.