Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
શ્રુતજ્ઞાન કાર્ય છે. પાંચ ઈન્દ્રિય દ્વારા થતું મતિજ્ઞાન કારણ છે અને તેની વિશેષ વિચારણા દ્વારા થતું શ્રુતજ્ઞાન કાર્ય છે. તેથી જ શ્રુતજ્ઞાન મનનો વિષય મનાય છે.
તીર્થંકર પ્રરૂપિત, ગણધર રચિત દ્વાદશાંગી તથા દ્વાદશાંગીના આધારે સ્થવિર ભગવંતો દ્વારા રચિત આગમો "શ્રુતજ્ઞાન" રૂપે પ્રસિદ્ધ છે. વર્તમાનમાં ઉપલબ્ધ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૪ છેદસૂત્ર અને ૧ આવશ્યક સૂત્ર તેમ ૩ર આગમ શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ છે.
(૩) અવધિજ્ઞાન – ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. અવધિ એટલે મર્યાદા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદાથી રૂપી પદાર્થને જાણે તે અવધિજ્ઞાન. જે જ્ઞાન મર્યાદા સહિત રૂપી પદાર્થને ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી જાણે તે અવધિજ્ઞાન.
(૪) મન:પર્યવ જ્ઞાન :- સંજ્ઞી જીવો ચિંતન કરે ત્યારે ચિંતનાનુરૂપ મનના જે પરિણામો થાય તેને સર્વપ્રકારે અવગમ કરે, જાણે તે મન:પર્યવ જ્ઞાન. સંજ્ઞી જીવોએ કાયયોગથી ગ્રહણ કરી, મનરૂપે પરિણાવેલ, મનોવર્ગણાના પુદ્ગલને મન કહેવામાં આવે છે અને પરિ' એટલે સર્વ પ્રકારે, 'અવ' એટલે બોધ-જાણવું. સંજ્ઞી જીવોના મનરૂપે પરિણમેલા પુગલોને સર્વથા પ્રકારે જાણવા તે મન:પર્યવજ્ઞાન. (૫) કેવળજ્ઞાન – સંપૂર્ણ શેય પદાર્થોના ત્રિકાલવર્તી ગુણ-પર્યાયને યુગપ જે જ્ઞાન વિષય કરે, જાણે તે કેવળજ્ઞાન.
પાંચ જ્ઞાનનો કમઃ- સમ્યકરૂપે અથવા મિથ્થારૂપે મતિ અને શ્રુત સર્વ સંસારી જીવોને અવશ્ય હોય જ છે. તે બંને જ્ઞાનમાંથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે, તેથી પ્રથમ મતિજ્ઞાન અને ત્યાર પછી શ્રુતજ્ઞાનનો નિર્દેશ કર્યો છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને અવધિજ્ઞાન સાથે કંઈક અંશે સમાનતા છે. મિથ્યાત્વના ઉદયમાં મતિ–શ્રુતની જેમ અવધિ પણ મિથ્યારૂપે–અજ્ઞાનરૂપે પરિણત થાય છે. મિથ્યાત્વીજીવ સમ્યકત્વી બને ત્યારે ત્રણે જ્ઞાન સમ્યક રૂપે પરિણત થઈ જાય છે. મતિ-શ્રુતની સ્થિતિ લબ્ધિની અપેક્ષાએ ઇ સાગરોપમની છે, અવધિજ્ઞાનની પણ તેટલી જ સ્થિતિ છે. આ સમાનતાને લક્ષ્યમાં રાખી મતિ-શ્રુત પછી અવધિનો નિર્દેશ કર્યો છે.
અવધિજ્ઞાનની જેમ મન:પર્યવ જ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. આ બંને ક્ષયોપશમજન્ય જ્ઞાન છે અને રૂપી પદાર્થને વિષય કરે છે, આ સમાનતાના કારણે અવધિ જ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો નિર્દેશ કર્યો છે.
કેવળજ્ઞાન આ સર્વના અંતે પ્રાપ્ત થાય છે, તેથી તેનો નિર્દેશ અંતે કર્યો છે. આ પાંચ જ્ઞાનમાંથી પ્રથમના ચાર જ્ઞાન લાયોપથમિક છે. મતિજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી થાય છે અને કેવળ જ્ઞાન ક્ષાયિકભાવ રૂપ છે. તે કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.