Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચૈત્યમાં વનપાલકની યોગ્ય રીતે આજ્ઞા મેળવીને રોકાયા છે. તેઓશ્રી ત્યાં પોતાના આત્માને સંયમ અને તપથી ભાવિત કરી રહ્યા છે. એટલા માટે હે દેવાનુપ્રિયે ! તમે લોકે જંબૂદ્વીપના ભરત ક્ષેત્રની આમલકલ્પાનગરીમાં જ્યાં આમ્રશાલવન છે અને તેનાં પણ જ્યાં શ્રમણ ભગવાન વિરાજમાન છે. ત્યાં જાઓ ત્યાં જઈ તમે શ્રમણ ભગવાન્ મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરે. પ્રદક્ષિણા કરીને તેમને વન્દન કરો અને તેમને નમસ્કાર કરો. વન્દના અને નકાર કરીને તમે પોતપોતાનાં નામોનાં ઉચ્ચારણ કરે તેમને પોતાનાં નામ કહો. કહીને તમે બધા શ્રથણ ભગવાન મહાવીરની પાસેની એક યોજના જેટલી વસ્તુલાકાર જમીનને ચારે દિશાઓમાં અને ચારે વિદિશાઓમાં જે કંઈ પણ ત્યાં તૃણ, ઘાસ પત્ર, કાષ્ઠ, શર્કરા-કાંકરા ઉપલક્ષણથી ધૂળ તેમજ બીજી અપવિત્ર વસ્તુઓ તથા અ ચેક્ષ-અપની અશુચિદ્રવ્ય હોય, પૂતિક-સડેલી વસ્તુઓ હોય કે જેનાથી ત્યાંનું વાતાવરણ દુર્ગંધિત બની ગયું હોય, તે બધી વસ્તુઓને પોતાની વિકિય શક્તિ વડે ઉત્પાદિક સંવર્તક પવનથી દૂર કરીને ઉડાવીને તે જન પરિમંડળ સ્થાનથી દૂરવાળા દેશમાં ફેંકી દો. ફેંકીને તમે દિવ્ય, અપૂર્વ સુગંધયુક્ત, અચિત્ત પાણીની વર્ષા કરો. આ વર્ષ એવી હોવી જોઈએ કે જેથી પાણું વધારે પડતું વર્ષે નહિ, અને નાતિકૃત્તિક–જેને લીધે માટી પણ કાદવવાળી થઈ ન જાય. આ વર્ષમાં પાણી મૂસળધાર વર્ષવું જોઈએ નહિ. પણ ઝરમર ઝરમર પાણી વર્ષવું જોઈએ. જેથી બધું પાણું જમીનમાં સમાવિષ્ટ થઈ જાય અને તેને સ્પર્શ સારી રીતે જણાત રહે. એનાથી એ લાભ થશે કે એ વર્ષોથી ધૂલિકોને લણતર એટલે સુંવાળી રેણુઓને અને સ્કૂલ ધૂલિરૂપ રેણુઓને વિનાશ થઈ જશે. એટલે કે રજ ધૂલિના કણે સારી રીતે જમીનમાં જ દબાઈ જશે. આ જાતની વર્ષા કરીને તમે લોકો તે જન જેટલા પરિમંડળ રૂપ ક્ષેત્રને એવું બનાવી દેજે કે જેથી તે નિહિત રજવાળું થઈ શકે. તેમાંથી ફરી રજ ઉડે નહિ તેવું થઈ જાય ક્ષણમાત્ર પણ રજના ઉત્થાનના અભાવમાં જે કે રજની નિહતતા ત્યાં બની શકે છે, પણ આ જાતની નિહતતા ત્યાં હોવી જોઈએ નહિ પણ “ના” રજ સર્વથા અ દશ્ય થઈ જાય એવું, ભ્રષ્ટ રજવાળા તે સ્થાનથી રજ બહુ જ દૂર જતી રહે. તેમ જ પ્રશાંત-એટલે કે રજ સંપૂર્ણપણે બેસી ગઈ હોય. એવું તે સ્થાન થઈ જાય. આ પ્રમાણે તે સ્થાનને બનાવીને પછી તમે લો કે તે સ્થાન ઉપર પુષ્કળ પ્રમાણમાં દીપ્યમાન અચિત્ત જમીન અને પાણીના કમળની કે જેઓ પોતાની વિક્રિયા શકિત વડે ઉત્પન્ન કરવામાં આવ્યાં તેમજ વૃત (દી) સહિત પાંચરંગવાળાં પુપની–અચિત્ત પુષ્પની જાનલેધ પ્રમાણુવાળી (ઘૂંટણ સુધીના પ્રમાણુવાળી) વર્ષા કરો. ત્યાર પછી
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪