Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
संधी, णाणामणिमया अवलंबणा अवलंबणबाहाओ य, पासाईया जाव पडिरूवा ) વા રત્નના તેને નેમ છે, રિષ્ટ રત્નના તેનાં પ્રતિષ્ઠાન છે, વૈડૂય મણિઓના તેના થાંભલાઓ છે, સુવર્ણ રૂપ્ય (ચાંદી) ના ફલક છે, લોહિતાક્ષરત્નની તેની સૂચી છે, વજરત્નની તેની સંધી છે અને અનેકાનેક મણિઓના તેનાં અવલંબન અને અવલંબનવાહ છે. આ બધી ત્રણ સોપાન પંક્તિઓ ચિત્ત પ્રસાદ યાવત્ પ્રતિરૂપ સુંદર આકાર વાળી છે.
ટીકાથ–સૂર્યાભદેવે જ્યારે તે આભિગિક દેવને પૂર્વોક્ત રૂપમાં આજ્ઞાપિત કર્યો ત્યારે તે હષ્ટ તુષ્ટથી માંડીને યાવત્ હૃદય સુધીના વિશેષણે થી યુક્ત થઈ ગ, તેમજ તે હષ્ટ-તુષ્ટ ચિત્તવાળો અને આનંદિત થઈ ગયે. તે પ્રીતિપૂર્ણ મનવાળાં થયે, તે અતીવ સૌમનાસ્થિત થયો અને હર્ષાવેશથી પ્રફુલમનવાળો થયે. તેણે પોતાના બંને હાથને એ પ્રમાણે જેડ્યા કે જેથી આંગળીઓના દશેદશ નખે પરસ્પર એક બીજી આંગળીની સાથે મળી શકે. એટલે કે તેના બંને હાથને જોડીને તેને અંજલીના રૂપમાં બનાવી અને ત્યાર પછી તે અંજલીને મસ્તક ઉપર ફેરવી. મતલબ આનો આ પ્રમાણે છે કે તેણે બંને હાથ જોડયા અને તેમને મસ્તકે લગાડીને તેની આજ્ઞાના વચને સ્વીકારી લીધાં. એટલે કે હું આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીશ. આ રીતે કામ કરવાની આજ્ઞાનો સ્વીકાર કરીને તે ઈશાન દિશાના ખૂણુમાં ગયે. પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના પ્રદેશનું નામ ઈશાનદિક કણ છે. ત્યાં જઈને તેણે વૈકિય સમુદ્દઘાત વડે પિતાની જાતને સમવહત કરી—વૈક્રિય સમુદ્દઘાત કર્યો એટલે કે આત્માના પ્રદેશને શરીરમાંથી બહાર પ્રકટ કર્યા. પ્રકટ કરીને તેણે સંખ્યાત જન સુધી તે આત્મપ્રદેશને દંડકારમાં પરિણમિત કર્યા. આમાં તેણે સાતમા સૂત્રમાં વ્યાખ્યાયેલાં રનોના, વજોના, વૈર્યોના, લોહિતાક્ષના, મસારગલ્લોના હંસગર્ભોના, સૌગધિકોના, તીરસોના, અંજન પુલકેના, અંજનના, રજતેના, જાત રૂપના, અંકોના, સ્ફટિક મણિ ના અને રિક્ટના અસાર પુદ્ગલોને ત્યજી દીધાં અને તેમના યથા સૂક્રમ સારભૂત પુદગલેને ગ્રહણ કર્યા. અથવા આ બધા રત્નોના સારભૂત પુદ્ગલોના જેવા વૈકિય વિમાન તૈયાર કરવામાં સમર્થ એવા પુદ્ગલોને ગ્રહણ કર્યા ગ્રહણ કરીને તેણે બીજી વખત પણ વિકિય સમુદઘાત વડે પોતાની જાતને સમવહત-કરી એટલે કે વૈક્રિય સમુદ્દઘાત કરીને તે ઘણું સ્તંભશત સંનિવિષ્ટ, બહુસંખ્યક સ્તંભશત યુક્ત, લીલા–સ્થિત શાલ ભંજિકા વાળું ઈહામૃગ, વૃષભ, તુરગ, નર મકર વિહગ, વ્યાલક, કિન્નર ૩, શરમ, ચમાર, કુંજર, વનલતા અને પદ્મલતા આ બધાના ચિત્રોથી અદ્દભુત, જેના દરેકે દરેક થાંભલામાં ઉત્તમ હિરાઓની વેદિકાઓ બનેલી
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૫૫