Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जौवणगुणोववेयाण एगाभरणवसणगहियणिज्जोयाण दुहओं सवंलियग्गणित्थाण) તેના તે જમણા હાથમાંથી ૧૦૮ એક સે આઠ દેવ કુમાર નીકળ્યા. એ સર્વે દેવકુમાર સરખા આકાર વાળા હતા. સમાન વર્ણવાળા ચામડીથી યુક્ત હતા. સરખી ઉંમર વાળા હતા. સમાન લાવણ્ય, રૂપ અને યૌવન રૂપ ગુણેથી યુક્ત હતા. તેમણે જે ઉત્તરીય વસ્ત્ર ધારણ કરેલું હતું તેના બંને છેડાઓ તેમની કમરની બંને તરફ બાંધેલા હતા. (વિનિઝામેટાનું વિશદ્ધવિનવુચા ૩लियचित्तपट्टपरियरसफेणगावत्तरइयसंगय, पलंववत्थंतचित्तचिल्लगनियंसणाण, एगावलि. कंठरइयसोभंतबज्जपरिहत्थभूसणाण अट्टसय णदुसज्जाण देवकुमाराण णिग्गच्छइ ) તેમના ભાલ ઉપર તિલક અને મસ્તક ઉપર મુકુટ બાંધેલા હતા. ગળામાં તેમણે રૈવેયક (ગળાનું ઘરેણુ) અને શરીરની રક્ષાના માટે અને અંગરક્ષક વસ્ત્ર (અંગરખું) પહેરેલું હતું. કમરમાં તેમણે કટિબંધન (કમર બંધ) કે જે વિચિત્ર વર્ણ વાળા વસ્ત્રનું હતું–તેમજ તેઓએ જે અધે વસ્ત્ર ધારણ કરેલું હતું– તેમને અગ્રભાગ ફેન વિનિગમ સહિત આવત્ત વેષ્ટનથી નાટવિધિના માટે યેગ્ય કરવામાં આવ્યો હતો. બહુ જ લાંબા હતું તેમજ ચિત્ર વિચિત્ર વર્ષોથી સંપન્ન હતું. તે સર્વેના વક્ષે કંઠમાં પહેરેલી એકાવલિ હારથી સુંદર બનેલા હતા. એ સર્વેએ ખૂબ આભૂષણે પહેરેલા હતા. એ સર્વે ૧૦૮ દેવકુમારો નૃત્ય ક્રિયામાં તત્પર બનેલા હતા. આ જાતના ૧૦૮ દેવકુમારો સૂર્યાભદેવના પ્રસારેલા જમણા હાથમાંથી નીકળ્યા,
ટીકાથ-જ્યારે તે સૂર્યાભ દેવે ભૂમિભાગથી માંડીને દામ સુધીના બધા પદાર્થોની વિટુર્વણ કરી લીધી ત્યારે તેણે ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે હે ભગવાન મારા આ કામનીઆપ અનુમોદના કરો એવી રીતે વિનંતી કરીને તે તેઓશ્રીને તરફ મુખ રાખીને સિંહાસન ઉપર બેસી ગયો બેઠા પછી તે સુર્યાભદેવે નાટવિધિના આરંભમાં પોતાની જમણી ભુજાને ફેલાની તેની આ ભુજા ઘણું જાતાના ચંદ્રકાંત વગેરે મણીઓથી, સુવર્ણોથી તેમજ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૧૧