Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 273
________________ સંખ્યા અને શયન. ઉપવેશન, ચલન, પાર્શ્વ પરિવર્તન, આહાર પાન વગેરે દરેકેદરેક ક્રિયાઓનું સવિસ્તર સરસ રીતે પ્રતિપાદન કર્યું છે. પણ મૂર્તિઓ અને મંદિરની બાબતમાં તેઓશ્રીએ કોઈપણ સ્થાને કઇપણ કહ્યું નથી અને આ સંબંધમાં તેમણે કેઈપણ સ્થાને વિશેષ મહત્ત્વ પ્રકટ કરનારી વાત કહી હોય તેવું લાગતું નથી. એથી આમ લાગે છે કે મૂર્તિપૂજા તેઓશ્રીને માન્ય હતી નહિ. (૧૭) વળી, જે મૂર્તિપૂજા અનાદિકાળથી ચાલતી આવતી હોત અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પ્રચલિત હોત તે ભગવાન મહાવીરે જેમ બીજી વિધિઓનું પ્રતિપાદન કર્યું છે, તેમજ તેઓએ મૂર્તિપૂજાની અને મંદિરનિર્માણની વિધિનું પણ ચક્કસ પ્રતિપાદન કર્યું હોત તે પણ આગમમાં આનું પ્રતિપાદન ન કરતાં ફક્ત પ્રશ્નવ્યાકરણ સૂત્રના આસ્રવદ્વારમાં મંદિર નિર્માણ ક્રિયા વિષે ઉલ્લેખ મળે છે એથી એ વાતની પ્રતીતિ થાય છે કે મંદિર નિર્માણ કિયા આસવભૂત જ છે. કેમકે આ ક્રિયાથી ષડકાયના જીવોનું ઉપમર્દન હોય છે. (૧૮) બૌદ્ધગ્રંથોમાં ભગવાન મહાવીરના શ્રમણના અને શ્રાવકોના અનેક ઉદાહરણે વિપ્રતિપન્ન બૌદ્ધોએ પ્રતિપાદિત કર્યા છે જે મહાવીર સ્વામીએ મૂર્તિ પૂજાને ઉપદેશ કર્યો હોત તો તે બૌદ્ધો-કે જે મૂર્તિપૂજાના પ્રતિ લિપ્રતિપન્ન છેજેને પર નિશ્ચિતરૂપથી આ વિષે કટાક્ષ કરત. જ્યાં જ્યાં બૌદ્ધોને જેન સિદ્ધાન્તની માન્યતાઓની સાથે મતભેદ છે. ત્યાં ત્યાં તેમણે કટાક્ષ કર્યા છે જ. (૧૯) ભારતના વિભિન્ન પ્રદેશમાં પુરાતત્વના અનુસંધાન કરનારાઓને કેટલીક મૂર્તિએ ભૂગર્ભમાંથી પ્રાપ્ત થઈ છે. પણ હજી આજ સુધી એવી એ કે મૂર્તિ મળી નથી કે જે મહાવીર સ્વામીની સમકાલીન કે બીજા તીર્થકરોની સમકાલીન હોય છે. ફૂહરર મહાદયે સૌ પહેલાં જિનમૂર્તિઓ મેળવી હતી તે પણ ફક્ત ૧૮૦૦ સે વર્ષ જૂની છે. હજુ સુધી કોઈપણ સ્થાને એના પહેલાંની જિનમૂર્તિઓ મળી નથી. (૨૦) જે લોકો એવી માન્યતા ધરાવે છે કે પાલીતાણુ આબૂ તારંગા, શત્રુંજય, ગિરનાર (રૈવતક) વગેરે પર્વત પર જે અત્યારે પ્રતિમાઓ છે તે અતિ પ્રાચીન છે. પણ એ માન્યતા ઠીક નથી, કેમકે મહાવીરની નિર્વાણ પ્રાપ્તિ પછી ઘણી શતાબ્દિ બાદ આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. મથુરામાં જે ભૂગર્ભમાંથી પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તે પણ ડે. કૂતરર મહોદયના મત મુજબ ૧૮૦૦ સે વર્ષ કરતાં પ્રાચીન નથી. (૨૧) વળી, કામદેવ શ્રાવકે જ્યારે પિષધવ્રતનું સેવન કર્યું ત્યારે ઈન્દ્ર દેવતાએને સામે તેના ખૂબ વખાણ કર્યા. ઈન્દ્રમુખથી તેના વખાણ થયેલા સાંભળીને શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289